દીપક કોચર કોરોના પોઝિટિવ, પુછપરછ કરનાર EDના અધિકારી અને વકીલ કોરોન્ટાઈન

0
42

આઈસીઆઈસીઆઈ બેંકના ભૂતપૂર્વ સીએમડી ચંદા કોચરના પતિ દીપક કોચર કોરોના પોઝિટિવ છે. દીપકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેની ધરપકડ કરનારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારી અને વકીલ સેલ્ફ ક્વોરેન્ટાઇન ગયા છે. ગત સપ્તાહે દીપક કોચરની ધરપકડ કરવામાં આવી હતી.

આઇસીડીઆઈના ભૂતપૂર્વ સીએમડી ચંદા કોચરના પતિ દીપકની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. દીપક દ્વારા આઈસીઆઈસીઆઈ બેંકની દેણદાર કંપની વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ માટે તપાસ ચાલી રહી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ પણ આ મામલે દીપક કોચરની પૂછપરછ કરી રહ્યા હતા. દીપકને બાદમાં ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દીપક પર વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝને અપાયેલી લોનના દુરૂપયોગ માટે પણ કેસ નોંધ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here