ચોમાસુ સત્રના પહેલા જ દિવસે 18 સાંસદોના કોરોના રિપોર્ટ પોઝિટિવ

0
239

દેશના 18 સાંસદોનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાંસદોમાં ભાજપના સાંસદ મીનાક્ષી લેખી, પ્રવેશ સાહેબ સિંહ વર્મા, કર્ણાટકના ભાજપના સાંસદ અનંતકુમાર હેગડે, લદ્દાખથી ભાજપના સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલનો સમાવેશ થાય છે. સંસદનું ચોમાસું સત્ર શરૂ થતાં પહેલા આ સાંસદોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થઈ ગયું છે. કોરોનાના કારણે સંસદમાં ખૂબ સાવચેતી સાવચેતી રાખવામાં આવી રહી છે. સંસદની કાર્યવાહીમાં જ એવા સાંસદો જોડાશે કે જેમના કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.  

કોરોના પોઝિટિવ સાંસદ

કોરોના પોઝિટિવ સાંસદમાં મીનાક્ષી લેખી, પ્રવેશ સાહિબ સિંહ વર્મા, અનંતકુમાર હેગડે, સુખબીર સિંઘ,  સુકાન્તા મજુમદાર, જી માધવી, પ્રતાપ રાવ જાધવ, જનાર્દન સિંહ સિગ્રીવાલ, હનુમાન બેનીવાલ, વિદ્યુત વરણ મહતો, પ્રદાન બરુઆ, એન રેડપ્પા, સેલ્વમ જી, પ્રતાપ રાવ પાટિલ, રામશંકર કઠેરિયા, સત્યપાલસિંહ, રોડમલ નાગરનો સમાવેશ થાય છે. સાથે જ લદ્દાખથી ભાજપના સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.