વિવાદાસ્પદ હેલિકોપ્ટર સોદામાં પૂર્વ રક્ષા સચિવ ની ભૂમિકા

0
91

ભારે વિવાદાસ્પદ બની ગયેલા ઓગસ્ટા વેસ્ટ લેન્ડ હેલિકોપ્ટર સોદા ની કેટલીક ચોંકાવનારી હકીકતો ફરી બહાર આવી રહી છે અને સીબીઆઈ દ્રારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વિવાદાસ્પદ સોદામાં પૂર્વ સંરક્ષણ સચિવ શશીકાંત શર્માનો મહત્વનો રોલ બહાર આવ્યો છે અને તે બારામાં તપાસ આગળ ધપાવવામાં આવી છે. ૨૦૧૦માં વીવીઆઇપી એવા ૧૨ જેટલા હેલિકોપ્ટરો માટે ઓગસ્ટ વેસ્ટ લેન્ડ ને વિવાદાસ્પદ ૩૭૨૭ કરોડ પિયા નો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો અને તેમાં પૂર્વ સંરક્ષણ સચિવ ની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું બહાર આવ્યું છે. સીબીઆઈ દ્રારા તૈયાર કરવામાં આવેલા દસ્તાવેજો મુજબ શશીકાંત શર્મા ૨૦૦૫ ના માર્ચ માસથી અલગ અલગ સ્તર પર કોન્ટ્રાકટ આપવાની આ પ્રક્રિયામાં સામેલ હતા. એ જ રીતે ભારતીય વાયુસેનાએ હેલિકોપ્ટરની ઉડાન ની ઐંચાઈ છ હજાર મીટર થી લઈને ૪૫૦૦ મીટર સુધી ઓછી કરવા આ અંગે સહમતિ વ્યકત કરી હતી. ત્યારબાદ પાંચ વર્ષના લાંબા ગાળા બાદ આ કંપનીને કોન્ટ્રાકટ આપી દેવાનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. સીબીઆઇની તપાસમાં એવું બહાર આવ્યું છે કે એ સમયે શશીકાંત શર્મા સંરક્ષણ મંત્રાલયના સંયુકત સચિવ ના પદ પર હતા અને એમણે ૨૦૦૫માં ૭મી માર્ચના રોજ એક મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લીધો હતો અને આ બેઠકની અધ્યક્ષતા તત્કાલીન વાયુ સેનાના વડા ગુજરાલે લીધી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here