ગોંડલ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

0
193

તાલુકાના દેરડી(કુંભાજી),બાંદરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ…

ગોંડલ તાલુકાના બાંદરા ગામે 3 કલાક માં 5 ઇંચ વરસાદ…

બાંદરા ગામે ભારે વરસાદને કારણે પુરના પાણીમાં ખેડૂતોના મગફળીના પાથરા તણાતા જોવા મળ્યા…

મગફળીની સિઝનના પ્રારંભ સાથે જ ધોધમાર વરસાદ…

ખેડૂતોના તૈયાર પાક સમયે જ આભમાંથી વરસી આફત…

ગોંડલ તાલુકાના દેવચડી, બાંદરા, મોવિયા માં ધોધમાર વરસાદ વરસ્યો

ગોંડલ શહેર પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેત ઉત્પાદન ને વ્યાપક પ્રમાણમાં નુકશાન થાય રહયું હોય વરસાદનાં પગલે દેવચડીનાં નાજાભાઈ લક્ષમણભાઈ ડેર ની ચાર વિઘા સહિત અનેક ખેડુતો ની ઉપાડેલી મગફળી પાણીનાં પ્રવાહ માં તણાઈ હતી. ખેડુતો ની ચાર માસની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. દેવચડી આઠનાલા ડેમ માં પાણીની આવક થવા પામી હતી પરંતુ વધુ પડતા વરસાદ ના કારણે ખેડૂતો ની ચિંતા માં વધારો થઈ રહ્યો છે, મગફળી ના પાકમાં ફૂગ થઈ જવાની પણ ખેડૂતો વ્યાપક ફરિયાદ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here