જુનાગઢ આજે દોઢ ઈંચ વરસાદ સાથે સોરઠ પંથકમાં હળવા ભારે ઝાપટાં

0
243

જુનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં પર હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જામવા પામ્યો છે આજના દિવસે સાંજ સુધીમાં આખાય પંથકમાં ૦૪ મી.મી થી દોઢ ઇંચ સુધી વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો આજે સાંજના સુમાર સુધીમાં ચાર મી.મી થી અઢી ઇંચ સુધી વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો જેમાં સૌથી વધુ જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં દોઢ ઈચથી વધારે વરસાદ નોંધાયો હતો અને સાથે કેશોદ, માળીયાહાટીના અને ભેસાણ પંથકમાં વરસાદે ગોરંભાયેલા આકાશ વચ્ચે વિરામ રાખ્યો હતો જૂનાગઢ સહેર તેમજ ગ્રામ્ય પંથકમાં દોઢ ઈચ જેવો આખાય પંથકમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત મેંદરડા પંથકમાં એક ઈંચ થી વધુ જ્યારે વંથલી પંથકમાં અડધા ઇંચ અને વિસાવદર પંથકમાં એક ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો જ્યારે માણાવદર તેમજ માંગરોળ પંથકમાં હળવા ભારે ઝાપટાં માં વરસાદ નોંધાયો હતો આજના દિવસે સૌથી વધારે જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજા ખાબક્યા હતા બાકી જીલ્લા વિસ્તારમાં હળવા ભારે ઝાપટાં નોંધાયા હતા

અહેવાલ- હુસેન શાહ, જૂનાગઢ