જૂનાગઢ : જોષીપરાના ઓઘડ નગર વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું, પોલીસે ૩૨૦૦ ના મુદ્દામાલ સાથે 3 ની અટકાયત કરી

0
251

જૂનાગઢ શહેરના જોષીપરાના ઓઘડનગર વિસ્તારમાં સ્થાનિકોએ આપેલી બાતમી મુજબ ધમધમતા કૂટણખાના પર પોલીસે દરોડો પાડી સંચાલક અને બે ગ્રાહક સહિત ત્રણને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના બી ડિવીઝન પોલીસને સ્થાનિક રહેવાસીઓ પાસેથી મળેલી બાતમી અનુસાર જૂનાગઢ શહેરના નાથીબુ મસ્જિદ પાસે રહેતા સાહિદ સાજીદ ભાઈ સોરઠીયા ઓઘડ નગરમાં આવેલ શ્રીજી વંદના એપાર્ટમેન્ટ ખાલી પડેલા બ્લોક નંબર ૩૦૪ માં બહારથી દેહ વિક્રયનો ધંધો કરતી મહિલા બોલાવી કુટણખાનું ચલાવી રહ્યા હતા બાતમીના આધારે બી ડિવીઝન પોલીસે દરોડો પાડી કુટણખાનું સંચાલક સાહિદ સાજીદ ભાઇ સોરઠીયા અને બે ગ્રાહકો ઘાંચીવાડા માં રહેતા ફૈઝલ ફારૂકભાઈ મુળીયા ઉંમર વર્ષ ૨૨ રહે. નવા ઘાચી વાડા ઢાલ રોડ તથા આમીર આમીન ભાઈ મૂળિયા ઉમર વર્ષ ૨૪ રહે ઝાલોરાપા રોડ સંઘડીયા બજાર વાદળાઓની અટકફાયત કરી હતી પોલીસની તપાસ દરમિયાન સાહિદ સોરઠીયા બહારથી દેહવિક્રય કરતી મહિલા બોલાવી આપતો હોવાનું ખુલ્યું હતું અને તેની તલાશી લેતા તેની પાસેથી રોકડા રૂા. ૩,૦૦૦, તેમજ કોન્ડોમ નંગ ૦૯ અને ગ્રાહક પાસેથી રોકડા રૂપિયા ૨૦૦ મળી કુલ ૩,૨૦૦ની રોકડ, અને મુદ્દામાલ જપ્ત કરી આ અંગે બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પી.એસ.આઇ વી.કે.ડાકી ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અહેવાલ- હુસેન શાહ, જૂનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here