તમારા વાહનની નંબરપ્લેટ ચેક કરી લેજો નહિંતર નોંધાશે ગુનો; ગુજરાત પોલીસનો મોટો નિર્ણય

0
668
પાસા એક્ટની જોગવાઈઓમાં પરિવર્તન મહત્વનું પરિવર્તન કરવામાં આવ્યું છે. ગુંડા એક્ટ નું અમલીકરણ ત્યારબાદ હવે સરકાર મોટર વ્હીકલ એક્ટની અંદર પણ સુધારણા કરી ફોજદારી ગુનામાં તેનો સમાવેશ કરવામાં આવશે.
  • નંબર પ્લેટ પર ટેમ્પરીંગ પડશે ભારે
  • વાહન માલિક વિરુદ્ધ નોંધાઈ શકે છે ગુનો
  • નંબર પ્લેટમાં છેડછાડ કરી તો IPC એકટ હેઠળ નોંધાશે ગુનો

વાહન ચાલકોએ જો હવે પોતાના વાહનની નંબર પ્લેટ વાળેલી હશે કે તેમાં કોઈ ચેડાં કરેલા હશે તો ચેતવાનો સમય આવી ગયો છે. હવે પોલીસ વાહનચાલક વિરુદ્ધ ગુનો પણ નોંધાઈ શકે છે અને આ ગુનો IPCની સેક્શનો મુજબનો હોઈ આરોપીની ધરપકડ પણ થશે.

નંબર પ્લેટ ઉપર કાદવ કે બીજું કશું ચોંટાડ્યું હશે તો પણ થશે ફરિયાદ

  • ભારતને જે કોરોના વૅક્સિન પર સૌથી વધુ આશા હતી તેને લઈને ખરાબ સમાચાર
  • કંગનાની માતાએ કહ્યું, હવે તો અમે સંપૂર્ણ રીતે ભાજપના થઈ ગયા, જાણો કેમ કહ્યું આવું
  • અમદાવાદમાં 2 જ દિવસમાં 60 ડૉક્ટરોને કોરોના, સૌથી વધુ આ હોસ્પિટલમાં સંક્રમણ

આ ઉપરાંત નંબર પ્લેટ વાળેલી રાખી તો દંડની સાથે ગુનો નોંધાશે. ઘણા ચાલકો CCTV કેમેરાથી બચવા પોતાની નંબર પ્લેટ વાળી દે છે. આવા ચાલકોએ ગંભીર પરિણામો ભોગવવા પડી શકે તેમ છે. આ ઉપરાંત કોઈ પણ ફોન્ટના અક્ષરો કરતા આરટીઓ માન્ય નંબર પ્લેટ જ વાહનમાં રાખવાનો આગ્રહ રાખવો જરૂરી છે. 

વાહન ચાલકોને નિયમનુ ભાન કરાવવા હવે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી

દિવસે ને દિવસે શહેરની વસ્તી વધી રહી છે, આ સાથે જ શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે વાહન ચાલકો પણ જાણે કે કાયદાને ઘોળીને પી ગયા હોય તેમ બેફામપણે ટ્રાફિકના નિયમનો ભંગ કરી રહયા છે. વાહન ચાલકોને નિયમનુ ભાન કરાવવા હવે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે.

ઈ મેમોથી બચવા માટે વાહન ચાલકો નંબર પ્લેટ સાથે છેડછાડ કરે છે જેથી હવે પોલીસ વાહન ચાલકોને કાયદાનુ ભાન કરાવશે. વાહનના નંબર પ્લેટ સાથે છેડછાડ કરનાર વાહન ચાલક વિરૂધ્ધ હવે ફોજદારી ગુનો નોંધાશે. બીનજામીન પાત્ર ગુનો નોંધાય તેવી કાર્યવાહીને લઈને ટ્રાફિક પોલીસ એકશનમા આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here