ગોંડલ કોરોના હોટસ્પોટ બનતાં આજથી એક સપ્તાહ અડધા દિવસનું લોકડાઉન, રાજકોટમાં દિવાનપરા કાપડ માર્કેટ 6 દિવસ માટે બંધ

0
172

રાજકોટમાં કાપડ માર્કેટ આજથી બંધ

  • દવા ઉપરાંત દૂધ તથા આવશ્યક સેવાઓ માટેની દુકાનો ચાલુ રહેશે

રાજકોટ, ગોંડલ અને ધોરાજી સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના વિસ્ફોટ થયો છે. કોરોના બેકાબૂ બનતા લોકો સ્વયંભૂ લોકડાઉન તરફ વળ્યાં છે. ગોડલમાં કોરોનાના કેસમાં વધારો થતાં આજથી એક સપ્તાહ અડધા દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટમાં આજથી દિવાનપરા કાપડ માર્કેટ 6 દિવસ બંધ રહેશે. જેથી કોરોના સંક્રમણ અટકાવી શકાય.

ગોંડલમાં કોરોના બેકાબૂ બન્યો
ગોંડલમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થતા કોરોના હોટસ્પોટ બન્યું છે. દરરોજ 25થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવનો આંક 1100ને પાર પહોંચી ગયો છે. જેથી શહેરના વેપારીઓ, આગેવાનો, મહામંડળો, વિવિધ સામાજિક સંસ્થાઓ, નગરપાલિકાના પદાધિકારીઓએ મળીને આજથી 4 વાગ્યા પછી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. જેથી આજથી એક સપ્તાહ સુધી ગોંડલમાં 4 વાગ્યા પછી તમામ દુકાનો બંધ રહેશે. જો કે લોકડાઉન દરમિયાન દવા ઉપરાંત દૂધ તથા આવશ્યક સેવાઓ માટેની દુકાનો ચાલુ રહેશે

આજથી દિવાનપરા કાપડ માર્કેટ બંધ
રાજકોટમાં સોની બજાર અને દાણાપીઠ બાદ આજથી દિવાનપરા કાપડ માર્કેટ 6 દિવસ માટે બંધ રહેશે. રાજકોટમાં કોરોના પોઝિટિવનો આંક સતત વધી રહ્યો હોવાથી દિવાનપરા કાપડ માર્કેટના વેપારીઓ દ્વારા 6 દિવસ દુકાનો બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.

જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 6500ને પાર
સૌરાષ્ટ્રમાં માત્ર રાજકોટ જિલ્લામાં જ કોરોના પોઝિટિવનો આંક 6500ને પાર પહોંચી ગયો છે. જે ખુબ જ ચિંતાજનક છે. આ સાથે જ રાજકોટમાં દરરોજ 22થી વધુ લોકોના મોત નિપજી રહ્યાં છે. આમ રાજકોટમાં કોરોના બેકાબૂ બનતા લોકો સ્વયંભૂ લોકડાઉન તરફ વળ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here