જામનગર જિલ્લામાં અનરાધાર બેટિંગ ભાદરવો વરસ્યો

0
175

લાલપુરમાં બે કલાકમાં સાડા ચાર ઇંચ, જામનગર શહેરમાં  અડધો ઇંચ

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ટીપીકલ ભાદરવો વરસી રહ્યો છે. જિલ્લામાં ગઇકાલે અડધાથી અઢી ઇંચ સુધીનો વરસાદ વરસ્યા બાદ આજે પણ બપોર બાદ ભાદરવાએ જમાવટ કરી હતી. ખાસ કરીને લાલપુરમાં માત્ર 2 કલાકમાં ચાર ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો તો જામનગર શહેરમાં પણ બપોરે ચાર વાગ્યે માત્ર અડધો કલાકમાં ટબાટબા જેવડા છાંટા સાથે અડધા ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. ત્યારબાદ પણ મોડી સાંજ સુધી ઝરમરીયો વરસાદ ચાલુ રહ્યો હતો.
જામનગર લાલપુર ઉપરાંત કાલાવડમાં પણ બપોર બાદ ભારે ગાજવીજ સાથે એક ઇંચ વરસાદ વરસ્યો હતો. લાલપુરમાં વરસેલા ધોધમાર ચાર  ઇંચ વરસાદને કારણે ગામની ઢાઢર નદીમાં પુર આવ્યું હતું. જ્યારે શહેરમાં પણ નદીઓ વહેવા લાગી હતી. સામાન્ય રીતે ભાદરવાનો વરસાદ બપોર બાદ ગાજવીજ સાથે વરસતો હોય છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી ટીપીકલ ભાદરવો વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં પહેલેથી જ અતિવૃષ્ટિની સ્થિતિ હોય આ વરસાદ ખેડૂતો માટે ચિંતા ઉપજાવી રહ્યો છે.

અહેવાલ- સાગર સંઘાણી,જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here