કોરોના સંક્રમણને ડામવા માટે ઈઝરાયલમાં ત્રણ અઠવાડિયા માટે લોકડાઉન

0
282
In this Saturday, April 11, 2020 photo, Tel Aviv's promenade and a main road are empty from people during a lockdown following government measures to help stop the spread of the coronavirus in Tel Aviv, Israel. The once thrumming city of Tel Aviv, famed for its nightlife and bustling beachfront, has fallen eerily quiet due to Israel's tight movement restrictions to halt the spread of the coronavirus. (AP Photo/Oded Balilty)

ઈઝરાયલમાં કોરોના સંક્રમણના કેસ ફરી એક વખત ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે સમગ્ર દેશમાં ત્રણ અઠવાડિયા માટે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. લોકો પોતાના ઘરથી ૫૦૦ મીટરના અંતર સુધી જ બહાર જઈ શકશે. ઈઝરાયલમાં અગાઉ પણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું પરંતુ કોરોનાના કેસમાં ઘટાડો નહીં નોંધાતા ફરી એક વખત લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી છે.


પ્રાપ્ય માહિતી અનુસાર દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવશે. જોકે, પબ્લિક સેકટર અને પ્રાઈવેટ સેકટર પર કામ ચાલુ રહેશે. પરંતુ પબ્લિક મૂવમેન્ટ પર સીમિત પ્રતિબંધો લાગુ રહેશે. લોકો પોતાના ઘરથી ૫૦૦ મીટરના વિસ્તારથી બહાર નહીં જઈ શકે.


નોંધનીય છે કે, દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨૮૯૯૪૨૪૧ કેસ નોંધાઈ ચૂકયા છે. જેમાંથી ૯૨૩૮૭૧ લોકોના મોત નિપયા છે યારે ૧૯૬૨૪૫૨૦ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૮૪૪૫૮૫૦ કેસ એકિટવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે