UP માં રેલવેના ખાનગીકરણનાં વિરોધમાં આંદોલન પર ઉતર્યા રેલવે કર્મચારીઓ

0
85

ઉત્તર પ્રદેશના ગોરખપૂરમાં રલવેનું ખાનગીકરણ અને નિગમીકરણ કરવાનાં વિરોધમાં રેલવેના કર્મચારીઓ આંદોલન પર ઉતરી આવ્યા છે. રેલવેના અધિકારીઓનું કહેવું છે કે તેઓ આ ખાનગીકરણ અને નિગમીકરણનો સખત વિરોધ કરે છે. મોદી સરકાર રેલવેને ટુકડે ટુકડે વેચી રહી છે. ભારતીય રેલવેને અદાણી-અંબાણીની જાગીર નહીં બનાવવા દેવાય. અમે છેલ્લા શ્વાસ સુધી આંદોલન કરીશું.

ખાનગી રેલવેનો વિરોધ કરવા માટે હવે રાષ્ટ્રવ્યાપી આંદોલનની શરૂઆત થઈ ચૂકી છે. તેના માટે એનઈ રેલવે મજૂર યૂનિયન અને પૂર્વોત્તર રેલવે શ્રમિક સંઘે આંદોનની પૂરા તૈયારી કરી લીધી છે. તેમના વચ્ચે સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બધા જ સંગઠનો રેલવેના ખીનગીકરણના વિરોધમાં લાગી ગયા છે.

ભારતીય રેલવે મજૂર સંઘના આહવાન પર આંદોલન શરૂ કરવામાં આવ્યુ છે. જે 19 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. એનઈ રેલવે મજૂર યૂનિયનના સંયુક્ત મંત્રી નવીનકુમાર મિશ્રાએ જણાવ્ય હતુ કે અમે લોકો રેલવેને બચાવવા માટે રસ્તાઓ પર ઉતરી રહ્યા છીએ. જો રેલવે રહેશે, તો દેશ રહેશે. અમે તેના માટે આંદોલન કરી રહ્યા છીએ. ગાઈડલાઈનના હિસાબે કાર્યક્રમ કરવામાં આવશે. અમે રેલવેને પ્રાઈવેટ હાથોમાં નહીં વેચાવા દઈએ. વડાપ્રધાને વચન આપ્યુ હતુ કે તેઓ રેલવેને નહીં વેચાવા દે અને હવે તેઓ પોતે જ તેને વેચી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here