ભારત અને ચીન વચ્ચેના તનાવ અંગે આજે રાજનાથ સંસદમાં નિવેદન આપશે

0
123

ભારત અને ચીન વચ્ચે એલ.એ.સી. પર ચાલી રહેલા ટકરાવ વચ્ચે આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ લોકસભામાં નિવેદન આપી શકે છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષ લાંબા સમયથી ચીનને લઈને સરકાર પર હત્પમલો કરી રહ્યું છે અને વારંવાર સરકાર પાસે જવાબ માગી રહ્યું છે. કાલે પણ લોકસભામાં વિપક્ષના નેતાએ ચીનનો મામલો ઉઠાવવાનો પ્રયાસ કર્યેા હતો. કોરોના મહામારી વચ્ચે સંસદના ચોમાસુ સત્રનો સોમવારથી પ્રારભં થયો છે.


આજનો દિવસ લોકસભા માટે મહત્વનો હોઈ શકે છે. વિપક્ષ ઘણા સમયથી માગ કરી રહ્યું છે કે સરકાર આ આ મામલામાં મૌન તોડે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહત્પલ ગાંધી સોશિયલ મીડિયા દ્રારા સરકાર પર ઘણીવાર પ્રહાર કરી ચુકયા છે. સૂત્રો પ્રમાણે કાલે એટલે કે મંગળવારે રાજનાથ સિંહ લોકસભામાં ચીન મામલામાં મહત્વનું નિવેદન આપી શકે છે.


લોકસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ અચાનક ચીન સરહદ વિવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ચેર દ્રારા રક્ષામંત્રીને સંબોધિત કરતા કહ્યુ, ‘ઘણા મહિનાથી હિન્દુસ્તાનના લોકો ભારે તણાવમાં છે કારણે કે આપણી સરહદમાં ચીન..’ એટલું બોલતા સ્પીકરે તેમને રોકી દીધા અને કહ્યું કે, તેના પર બિઝનેસ એડવાઇઝરી કમિટીની ચર્ચા થશે, હવે ચર્ચા નહીં. ત્યારબાદ તેમણે આગામી સાંસદને બોલવા માટે આમંત્રિત કયા હતા. અધીરે ફરી આજે અખબારમાં છપાયેલા એક રિપોર્ટનો ઉલ્લેખ કર્યેા પરંતુ સ્પીકરે કહ્યું કે, સંવેદનશીલ મુદ્દા પર સંવેદનશીલ રીતે પોતાની વાત કહેવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ પોતાના ચરમ પર છે. પૂર્વી લદ્દાખમાં ચીનની દાદાગીરી વિદ્ધ પેન્ગોંગ ઝીલની પાસે ભારતીય સેનાના જોરદાર પલટવારની ચર્ચા હવેચીની સોશિયલ મીડિયામાં વધી ગઈ છે. ચીની સોશિયલ મીડિયામાં જારી તાજા સેટેલાઇટ તસવીરોમાં ભારતીય સેનાની પહાડી યુદ્ધ લડવાની ક્ષમતાને એકવાર ફરી ઉજાગર કરવામાં આવી છે. ચીનના ગાઓફેન–૨ સેટેલાઇનથી ખુલાસો થયો છે કે ભારતીય સૈનિક હવે રણનીતિક પથી ખુબ મહત્વની બ્લેક ટોપથઈ માત્ર દોઢ કિલોમીટર દૂર છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here