૨૫ સપ્ટેમ્બરથી દેશમાં ફરી લોકડાઉન? સોશિયલ મીડિયામાં વાયરલ થયા સમાચાર

0
999

એન.ડી.એમ.એ.એ ૪૬ દિવસના લોકડાઉનની ભલામણ કરી હોવાની વાતને સરકારે નકારી

સોશિયલ મીડિયા પર એક એવા સમાચાર વાયરલ થઈ રહ્યાં છે કે સરકાર જલદી એકવાર ફરીથી લોકડાઉન લગાવવા જઈ રહી છે. ૨૫ સપ્ટેમ્બરથી લોકડાઉન લગાવવાનો આદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) તરફથી જણાવવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણયમાં તે પણ કહેવામાં આવ્યું છે કે આ વખતે વધુ આક્રમકતાથી લોકડાઉનનું પાલન કરાવવામાં આવશે.


વાયરલ થઈ રહેલા સમાચારમાં કહેવામાં આવ્યું છે કે ડિઝાસ્ટર વિભાગના એક લેટરપેડ પર સરકારી આદેશમાં લખવામાં આવ્યું છે કે આ લોકડાઉન ૪૬ દિવસનું હશે. સાથે કહેવામાં આવ્યું છે કે એનડીએમએ, યોજના આયોગની સાથે મળીને પીએમઓ અને ગૃહ મંત્રાલયના વિનંતી કરે છે કે ૨૫ સપ્ટેમ્બર રાતથી લોકડાઉન લગાવવામાં આવે. પરંતુ આ દરમિયાન જરી સેવાઓ પહેલાની જેમ ચાલતી રહેશે.


પરંતુ સરકાર તરફથી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (પીઆઈબી) દ્રારા કરવામાં આવેલ ફેકટ ચેકમાં આ ખબરને અફવા ગણાવવામાં આવી છે. પીઆઈબી ફેકટ ચેક પ્રમાણે કેન્દ્ર સરકારે ન આ સંબંધમાં કોઈ નવો આદેશ જારી કર્યેા છે, ન આ સંબંધમાં કોઈ વિચાર–વિમર્શ માટે નોટિસ જારી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here