ટીવી શો હમારી વાલી ગુડ ન્યુઝમાં જોવા મળશે જૂહી પરમાર, શોમાં હશે મોટો ટ્વીસ્ટ

0
235

કુમકુમ સીરીયલથી ઘરેઘરમાં પોતાનું નામ બનાવનારી અભિનેત્રી જુહી પરમાર ફરી એકવાર ટેલિવિઝન પરત ફરી રહી છે. આ વખતે જુહીને અલગ સ્ટાઇલમાં દર્શકો જોશે. કારણ કે આ વખતે તે  આ વખતે પુત્રવધૂની નહીં સાસૂની ભૂમિકા ભજવવાની છે. જૂહી પરમાર ટૂંક સમયમાં ટીવી શો હમારી વાલી ગુડ ન્યૂઝમાં જોવા મળશે. આ એક સાસુ-વહુ પર આધારિત શો હશે. 

જુહી પરમાર હમારી વાલી ગુડ ન્યૂઝ શોથી કમબેક કરી રહી છે અને તેના પાત્રનું નામ રેણુકા હશે. આ સીરીયલમાં જુહી સાસુના અવતારમાં છે જે તેની પુત્રવધૂના સંતાનને પોતાના ગર્ભમાં ઉછેરી અને જન્મ આપવાની છે. તે પોતાના પરિવારની ખુશીઓ માટે આ પગલું ભરે છે. 
 

જુહી પરમાર વાસ્તવિક જીવનમાં એક જ માતા છે. જ્યારે આ શો વિશે જુહી સાથે વિશેષ વાતચીત કરવામાં આવી ત્યારે તેણે કહ્યું, ‘કુમકુમ પછી ઘણી બધી સ્ક્રિપ્ટો વાંચતી હતી, પરંતુ જ્યારે આ સ્ક્રીપ્ટ વાંચી ત્યારે તરત જ મારા ચહેરા પર સ્મિત આવી ગયું. જ્યાં સુધી હું આ શોમાં રેણુકાના પાત્ર વિશે વાત કરું છું, તે એક મજબૂત મહિલા છે, ભગવાનમાં વિશ્વાસ કરે છે. વળી, સૌથી મજાની વાત એ છે કે રેણુકા તેના પરિવારને બાળક આપવા માટે કેટલી હદ સુધી જઈ શકે છે તે આ શોમાં જોવા મળશે.