YouTube એ પણ લોન્ચ કરી TikTok જેવી એપ, જાણો શું છે તેની ખાસિયતો

0
330

ભારતમાં TikTok બેન થયા બાદ માર્કેટમાં ઘણી બધી નવી શોર્ટ વિડીયો એપ ઉપલબ્ધ છે. Instagram એ પણ પોતાની એપમાં TikTok જેવું નવું ફીચર એડ કરીને ગ્રાહકોને આકર્ષવાની કોશિશ કરી છે. આ લાઈનમાં હવે યુટ્યુબ પણ સામેલ થઈ ગયુ છે. TokTok ની જેમ યૂટ્યૂબે પણ શોર્ટ વિડીયો એપ Shorts ને ભારતમાં લોન્ચ કરી છે. તેમાં TikTok ની જેમ નાના નાના વિડીયો બનાવી શકાય છે. તેમજ તેમાં એડિટીંગ પણ કરી શકાય છે.

યૂટ્યૂબે જણાવ્યુ હતુ કે તેઓ ઘણાં દિવસોથી Shorts  વિડીયો એપ પર કામ કરી રહ્યુ હતુ. પરંતુ હવે કંપનીએ ઓફિશિયલી તેને ભારતીય યૂઝર્સ માટે લોન્ચ કરી દીધી છે. આ સર્વિસ સૌથી પહેલા ભારતના યૂઝર્શ માટે હશે. તેમજ તેમાં એડિટીંગની સાથે લાઈસન્સ ધરાવતા ગીતોને પણ એડ કરી શકાશે.