જામનગરની ગ્રેઇન માર્કેટમાં સ્વૈચ્છિક આંશિક લોકડાઉન

0
248

આવતીકાલથી તા.30 સપ્ટેમ્બર સુધી ગ્રેઇનમાર્કેટ સવારે 8 થી બપોરે 2 સુધી ખુલ્લી રહેશે : બપોર બાદ સ્વૈચ્છિક લોકડાઉન : આ સ્વૈચ્છિક લોકડાઉનમાં જામનગર બુકસેલર્સ એન્ડ સ્ટેશનર્સ મંડળ પણ બપોરબાદ બંધ પાળશે

જામનગર શહેરમાં હાલની કોરોનાની આ પિરસ્થિતીને લઈને ધી સીડઝ એન્ડ ગ્રેઈન મરચન્ટસ એસોસીએશનના પ્રમુખ જીતુભાઈ લાલ અને માનંદમંત્રી લક્ષ્મીદાસભાઈ રાયઠઠ્ઠાએ તમામ હોદેદારો તેમજ વેપારીભાઈઓ સાથે પરાર્મશ કરી વેપારીભાઈઓના અભિપ્રાય મેળવી તા.16-09-2020 થી તા.30-09-2020 સુધી ગ્રેઈન માર્કેટના વેપારના સમયમાં ફેરફાર કરવાનું નકકી કરેલ જે મુજબ વેપારનો સમય સવારે 8-00 થી 2-00 સુધીનો રહેશે. અને વેપારીઓને માલ ગમે તે સમયે ઉતારી શકશે. પરંતુ બપોરે 2-00 વાગ્યા પછી વેચાણ કે ડીલેવરી કરવાની રહેશે નહી. અને તા.01-10-2020થી રાબેતા મુજબ વેપાર ધંધા કરી શકાશે. જામનગર શહેર, જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરેક વેપારીભાઈઓને આથી પ્રમુખ જીતુભાઈ લાલ તથા માનંદમંત્રી લક્ષ્મીદાસભાઈ રાયઠઠ્ઠા દ્વારા જાણ કરવામાં આવી છે.
તેમજ જામનગર બુકસેલર્સ એન્ડ સ્ટેશનર્સ મંડળ દ્વારા કોરોના લોકલ સંક્રમણ વધી જતાં આવતીકાલ તા.16 થી 30 સપ્ટેમ્બર સુધી સવારે 8 થી 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવશે અને બપોરે 2 વાગ્યાથી સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવશે તેમ મંડળની યાદીમાં જાહેર કરાયું છે.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર.