જાણો કેમ દુનિયા PM મોદીની ટીકા કરી રહી છે અને પાકિસ્તાનની વાહ વાહ! એવું તો શું કર્યું પાકિસ્તાને…?

0
581

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ભારતમાં તમામ શાળાઓની સાથે સાથે કેટલાંક ધંધાઓ પણ બંધ પડેલા છે. હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. આ સમાચાર પાડોશી દેશ પાકિસ્તાનને લઈને સામે આવી રહ્યાં છે.21 સપ્ટેમ્બરનાં રોજ ભારતમાં 9-12 ધોરણ સુધીની શાળાઓ ખુલવાં માટે જઈ રહી છે.

આની અગાઉ પાડોશી દેશ પાકિસ્તાનમાં શાળાઓ ખુલી ગઈ છે. કોરોનાના નિયંત્રણ માટે પણ પાકિસ્તાનની ખુબ જ પ્રશંસા થઈ રહી છે. પાકિસ્તાનની બધી જ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની શાળાઓમાં તથા 9-12 વર્ગના વિદ્યાર્થીઓ 15 સપ્ટેમ્બરથી વર્ગની શરૂઆત કરવામાં આવી છે. આની માટે શાળાઓ તેમજ કોલેજોમાં સંપૂર્ણ તૈયારી કરવામાં આવી રહી છે.

15 સપ્ટેમ્બરનાં રોજ અંદાજે કુલ 3,00,000 શાળા, કોલેજો તથા યુનિવર્સિટીઓ શરુ થવાં માટે જઈ રહી છે પરંતુ ભારતમાં હાલમાં સમગ્ર વિશ્વમાં સૌથી ખરાબ પરીસ્તિથી રહેલી છે. જેને કારણે વિશ્વમાં ભારત ટીકાપાત્ર બની રહ્યું છે. સરકારોની અણઆવડતને લીધે આવું થઈ રહ્યું છે. પાકિસ્તાનનાં PM ઇમરાન ખાને જણાવતાં કહ્યું કે, અમે લાખો બાળકોને શાળાએ પરત ફરવાં માટે સ્વાગત કરીશું.

તમામ બાળક અભ્યાસ માટે સલામત રીતે શાળાએ જઈ શકે છે. એની ખાતરી કરવી એ અમારી અગ્રતા તથા સામૂહિક જવાબદારી રહેલી છે.શાળા ઓપરેશન્સ COVID-19 સાર્વજનિક સ્વાસ્થ્ય સુરક્ષા સલામતી નિયમોનું સંપૂર્ણપણે પાલન કરી રહી છે. કોરોના સામેની લડાઈમાં પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પરથી ખૂબ પ્રશંસા મેળવી રહ્યું છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO નાં ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધનામ ભારતનાં પાડોશી દેશ પાકિસ્તાનની પ્રશંસા કરતા પોતાને રોકી શક્યા નહીં. WHO નાં વડાએ જણાવતાં કહ્યું કે, આવાં સમયે સમગ્ર વિશ્વને પાકિસ્તાનની પાસેથી શીખવાની જરૂર રહેલી છે.