ઊંઝા APMCની સેસની રકમમાં ગેરીરીતિના આક્ષેપના મામલે ચેરમેન દિનેશ પટેલ અને સેક્રેટરીને વિષ્ણુ પટેલને નોટિસ આપવામાં આવી છે. વેપારી વિભાગના બે ડિરેક્ટર દ્વારા નોટિસ અપાઇ છે.
- ઊંઝા APMCની સેસની રકમમાં ગેરીરીતિના આક્ષેપનો મામલો
- ચેરમેન દિનેશ પટેલ અને સેક્રેટરીને વિષ્ણુ પટેલને અપાઇ નોટિસ
- વેપારી વિભાગના બે ડિરેક્ટર દ્વારા અપાઇ નોટિસ
ઊંઝા APMCની સેસની રકમમાં ગેરીરીતિના આક્ષેપના મામલે ચેરમેન દિનેશ પટેલ અને સેક્રેટરીને વિષ્ણુ પટેલને નોટિસ આપવામાં આવી છે. વેપારી વિભાગના બે ડિરેક્ટર દ્વારા નોટિસ અપાઇ છે. સેસ કૌભાંડ મામલે ખુલાસો કરવા નોટિસ આપી છે. તો કૌભાંડમાં જવાબદારી નક્કી કરવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. આ સાથે જિલ્લા સહકરી રજીસ્ટ્રારને પણ નોટિસની કોપી મોકલવામાં આવી છે. બીજી તરફ ચેરમેને વિજિલન્સ તપાસની માગ કરી છે.
સૌમિલ પટેલ દ્વારા વીડિયો પુરાવા કરાયા રજૂ
- ભારતને જે કોરોના વૅક્સિન પર સૌથી વધુ આશા હતી તેને લઈને ખરાબ સમાચાર
- કંગનાની માતાએ કહ્યું, હવે તો અમે સંપૂર્ણ રીતે ભાજપના થઈ ગયા, જાણો કેમ કહ્યું આવું
- અમદાવાદમાં 2 જ દિવસમાં 60 ડૉક્ટરોને કોરોના, સૌથી વધુ આ હોસ્પિટલમાં સંક્રમણ
ઊંઝા APMCમાં સેસ ગેરરીતિના આક્ષેપના મામલે સૌમિલ પટેલ દ્વારા વીડિયો પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. 21 જૂલાઇની પાવતીવાળા વીડિયો રજૂ કરાયા છે. પાવતી નંબર અને નામ એક પણ રકમ અલગ-અલગ જોવા મળી રહી છે. 21 જૂલાઇએ 1 લાખ 29 હજાર 730 રૂપિયા ઉઘરાવાયા હતા. પરંતુ ચોપડે માત્ર 20 રૂપિયા આવક દર્શાવાઇ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 20 રૂપિયા જ જમા થયા તો બાકીના પૈસા ક્યાં ગયા?
‘મારી વિરૂદ્વ પુરાવા લાવશે તો રાજીનામું આપીશ’
ઊંઝા APMCમાં સેસની રકમમાં કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કૌભાંડના આક્ષેપ વચ્ચે APMCના ચેરમેન દિનેશ પટેલે દાવો કર્યો છે કે વર્ષ 2020માં APMCની આવક વધી છે. જૂલાઇથી APMC બંધ છતાં આવક 5 કરોડ વધી છે. સાથે જ કહ્યું કે મારી વિરૂદ્વ પુરાવા લાવશે તો રાજીનામું આપીશ. સરકારને તપાસ કરાવવા માટે વિનંતી છે.
દેશના પ્રતિષ્ઠિત ઊંઝા APMCમાં કૌભાંડના આક્ષેપ કરવામાં આવ્યા છે. સેસની રકમમાં કૌભાંડના ચેરમેન પર આક્ષેપ કરાયા છે. APMCના ક્લાર્ક સૌમિલ પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. સૌમિલ પટેલ આજે જિલ્લા રજિસ્ટારને પુરાવા સોંપશે. 50થી વધુ વીડિયો અને દસ્તાવેજી પુરાવા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો APMCના ચેરમેન દિનેશ પટેલે આરોપો ફગાવી દીધા છે. APMC દ્વારા સૌમિલ પટેલ પર વળતા પ્રહાર કરવામાં આવ્યા છે. સૌમિલે જાતે પાવતી બનાવી ફાડી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. તો સાથે જ સૌમિલ પર પાવતી ફાડી વીડિયો બનાવ્યો હોવાનો આક્ષેપ પણ કરાયો છે. કેસ રૂમમાંથી બેંકમાં પૈસા ભરવા જતી વખતના વીડિયો છે