પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, ઘરે રહેશે આઈસોલેશનમાં

0
248

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાથી રીતસર ખળભળાટ મચી ગયો હતો. પરંતુ હવે તેઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને હોસ્પિટલમાંથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. ત્યારે આજે તમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને હવે તેઓ સુરતમાં તેમના ઘરે હોમ આઈસોલેશનમાં રહેશે.