યુએઈઅને બેહરીને ઈઝરાયલ સાથે કરી ઐતિહાસિક ડીલ, ટ્રમ્પે કહ્યું- નવા મિડલ ઈસ્ટનો સૂર્યોદય

0
114

ખાડી દેશો અને ઈઝરાયલના સંબંધોમાં એક ઐતિહાસિક મોડની શરૂઆત થઈ છે. . વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ્ની અધ્યક્ષતામાં થયેલાં સમારોહમાં  અને બેહરીને ઈઝરાયલની સાથે ઐતિહાસિક ડીલ પર સાઈન કરી હતી. ડીલ હેઠળ ખાડીના આ બંને પ્રમુખ દેશોએ ઈઝરાયલની સાથે સંબંધોને સમગ્ર રીતે સામાન્ય કરતાં તેને માન્યતા આપી છે. ડીલને અબ્રાહમ સંધિનું નામ આપવામાં આવ્યું છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ઐતિહાસિક ડીલને નવા મિડલ ઈસ્ટની શરૂઆત ગણાવી હતી. તેઓને આશા છે કે તેનાથી ન ફક્ત પશ્ચિમ એશિયામાં નવી વ્યવસ્થા ઉભી થશે પણ રાષ્ટ્રપતિ ચૂંટણી વચ્ચે તેમની છબિ શાંતિ લાવનાર એક નવા નાયકની થશે.


યુએઈ અને બેહરીન હવે ત્રીજા અને ચોથો અરબ દેશ બની ગયો છે, જેણે 1948માં સ્થાપિત ઈઝરાયલને માન્યતા આપી દીધી છે. બંને દેશો પહેલા ફક્ત મિસ્ત્ર અને જોર્ડન જ એવા અરબ દેશ હતા જેઓએ ઈઝરાયલને ક્રમશ: 1978 અને 1994માં માન્યતા આપી હતી. દશકોથી વધારે સમય સુધી અરબ દેશ ઈઝરાયલનો બહિષ્કાર કરતાં આવ્યા છે કે ફિલિસ્તાનનો વિવાદ ઉકેલાઈ નથી જતો ત્યાં સુધી તે ઈઝરાયલની સાથે કોઈ સંબંધ નહીં રાખે.
અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પ્ની અધ્યક્ષતામાં થયેલ સમારોહમાં યુએઈ અને બેહરીનના પ્રતિનિધિઓએ અલગ-અલગ ઈઝરાયલના પ્રતિનિધિ સાથે ડીલ કરી હતી. ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ ડીલનું સ્વાગત કરતાં કહ્યું કે, આ દિન ઐતિહાસિક છે. આ શાંતિની નવી સવારની શરૂઆત છે. જો કે ફિલિસ્તીનીઓએ આ ડીલની નિંદા કરતાં તેને ખતરનાક વિશ્વાસઘાત ગણાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here