ઈંદૂ કી જવાની ફિલ્મમાં ગાઝિયાબાદ ગર્લ તરીકે જોવા મળશે કિયારા

0
235

શાહિદ કપૂર સાથેની ફિલ્મ કબીર સિંહમાં પોતાના પાત્રથી જબરદસ્ત લોકપ્રિયતા મેળવનારી અભિનેત્રી કિયારા અડવાણી તેની નવી ફિલ્મ ઇન્દુ કી જવાની સાથે આવવા તૈયારી કરી રહી છે. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ઉત્તર પ્રદેશમાં થયું છે. તાજેતરમાં કિયારાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને આ ફિલ્મના ટ્રેલર લોન્ચની તારીખ જણાવી છે. ફિલ્મનું ટ્રેલર 16 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થવા જઈ રહ્યું છે.

આ ટીઝર વીડિયોમાં કિયારા કહે છે કે મારું નામ ઈંદુ ગુપ્તા છે અને હું ગાઝિયાબાદમાં રહું છું. મને કંઈક એક્સાઈટિંગ કરવું હતું, તેથી મેં મારી ડેટ ડેટિંગ એપ્લિકેશન પર નક્કી કરી… આ પછી કિયારાએ ફિલ્મના ટ્રેલરની રિલીઝની તારીખ પણ જણાવી. નોંધપાત્ર વાત એ છે કે આ ફિલ્મ ઈંદુના ડેટિંગ એપ્સના અનુભવોની આસપાસ બનાવવામાં આવી છે.

આ ફિલ્મમાં કિયારાની સાથે આદિત્ય સીલ જોવા મળશે. આ સિવાય મલ્લિકા દુઆ પણ આ ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રખ્યાત લેખક-ફિલ્મ નિર્માતા અબીર સેનગુપ્તા કરશે. આ ફિલ્મથી અબીર બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મનું નિર્માણ ટી સીરીઝ, એમ્મે એન્ટરટેઈનમેન્ટ અને ઇલેક્ટ્રિક એપલ કરશે.