કેરળના સ્વાસ્થ્ય મંત્રીને એનાયત કરાયો ટોપ થિંકર 2020નો એવોર્ડ, બ્રિટનની મેગેઝીન પર છવાઈ ભારતીય મહિલા

0
45

બ્રિટિશ મેગેઝિન પ્રોસ્પેક્ટએ વિશ્વના ટોચના 50 લોકોમાં સર્વોચ્ચ સ્થાન માટે કેરળનાં આરોગ્ય પ્રધાન કે.કે. શૈલજાની પસંદગી કરી છે. આ સામયિકમાં, ફિલોસોફરો, બૌદ્ધિક, કલાકારો, વૈજ્ઞાનિકો અને લેખકોની પસંદગી વાચકો દ્વારા આપેલા મતોના આધારે કરવામાં આવી છે. આ પસંદગી નિષ્ણાંતો અને સંપાદકોની પેનલના અભિપ્રાય પર આધારિત છે. 


ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિંડા આર્ડર્નને મેગેઝિનની યાદીમાં બીજા ક્રમે સ્થાન આપવામાં આવ્યું છે. કોરોના કાળમાં તેમના રાજ્યમાં સમયસર યોગ્ય પગલા ભરવા માટે કેરેલાના આરોગ્ય પ્રધાન કે.કે. શૈલજાનું નામ આ યાદીમાં આપવામાં આવ્યું હતું. 

આ યાદીમાં સ્થાન મેળવનારા કે.કે. શૈલજા એકમાત્ર ભારતીય મહિલા છે. આ મેગેઝિનએ શૈલજાની પ્રશંસા કરતા લખ્યું છે કે, વર્ષ 2018 માં પણ શૈલજાએ કેરળમાં નિપાહ વાયરસનો સામનો કર્યો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here