સેવા સપ્તાહના કાર્યક્રમમાં નીતિન પટેલની પોસ્ટરમાંથી બાદબાકી થતાં પાટીલ V/S પાટીદારનું રાજકારણ ગરમાયું

0
477
ભાજપના કાર્યક્રમના પોસ્ટરમાંથી નીતિન પટેલ ગાયબ થઈ જતા જાત ભાતની અટકળો લગાવવામાં આવી રહી છે. મહેસાણાના વડનગરના કાર્યક્રમના પોસ્ટર વાયરલ થયા છે.
  • ભાજપના કાર્યક્રમના પોસ્ટરમાંથી નીતિન પટેલ ગાયબ
  • મહેસાણાના વડનગરના કાર્યક્રમના પોસ્ટર થયા વાયરલ
  • વડનગર ખાતે ભાજપનો સેવા સપ્તાહ કાર્યક્રમનો વિવાદ

ભાજપના કાર્યક્રમના પોસ્ટરમાંથી નીતિન પટેલ ગાયબ થઈ જતા જાત ભાતની અટકળો લગાવવામાં આવી રહી છે. મહેસાણાના વડનગરના કાર્યક્રમના પોસ્ટર વાયરલ થયા છે. 

વડનગર ખાતે ભાજપ PM મોદીના જન્મદિવસ નિમિતેત નો સેવા સપ્તાહ કાર્યક્રમ મનવાઈ રહ્યો છે જે વિવાદીત બન્યો છે. મહેસાણા સાસંદ શારદાબેન પટેલનો પણ ફોટો નહીં હોવાને કારણે આ અંગે પણ અટકળો લગાવવામાં આવી રહી છે. બંને નેતાઓને ગાયબ કરાતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. એક પોસ્ટરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનો ફોટો છે પણ પટેલનો ફોટો નથી જેને લઈને લોકો ભાજપમાં પાટીદાર નેતાઓનું કદ વેતરાઈ રહ્યું હોવાની પણ અટકળો લગાવી રહ્યા છે. 

  • ભારતને જે કોરોના વૅક્સિન પર સૌથી વધુ આશા હતી તેને લઈને ખરાબ સમાચાર
  • કંગનાની માતાએ કહ્યું, હવે તો અમે સંપૂર્ણ રીતે ભાજપના થઈ ગયા, જાણો કેમ કહ્યું આવું
  • અમદાવાદમાં 2 જ દિવસમાં 60 ડૉક્ટરોને કોરોના, સૌથી વધુ આ હોસ્પિટલમાં સંક્રમણ

ભાજપમાં પાટીલ અને પાટીદારમાં વિખવાદ હોવાની વાત

એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને બીજી તરફ ભાજપમાં આંતરિક વિખવાદ થઈ રહ્યા છે ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપ વિરૂદ્ધ કોંગ્રેસમાં જઈને મોરચો માંડ્યો છે એવામાં ભાજપને પાટીદારોને નારાજ કરવા પોષાય તેમ નથી તેમ છતાં આવા કારનામાને કારણે લોકોમાં ભાજપમાં પાટીલ અને પાટીદારમાં વિખવાદ હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે. લોકો એક વત્તા એક બે એમ કરીને ભાજપના આંતરિક ભંગાણ હોવાની વાતો કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતુ. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here