સૌરાષ્ટ્રના પોરબંદર અને વેરાવળના 48 માછીમારો પાકિસ્તાન દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે, વેરાવળ અને પોરબંદરની 8 બોટો માછીમારી કરવા દરિયા ગઇ હતી જેમાં લગભગ 48 જેટલા માછીમારો સવાર હતા જે માછીમારી દરમિયાન પાકિસ્તાન દ્વારા 8 બોટોનું અપહરણ કરવામાં આવતા હડકંપ મચી ગયો છે.
સૌરાષ્ટ્રના પોરબંદર અને વેરાવળની 8 બોટોના 48 માછીમારોનું અપહરણ કરી કરાંચીમાં લઈ જવાયા છે બીજી તરફ માછીમારોને પરિવારો ચિંતામાં મુકાયા છે. કોરોના મહામારી વચ્ચે માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે આજે પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા સૌરાષ્ટ્રના 48 માછીમારોનું અપહરણ કરીને પાકિસ્તાનના કરાચીમાં લઈ જવામા આવ્યા છે. પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્વારા 8 બોટનું અપહરણ કર્યા છે તેમાં 7 બોટ પોરબંદર અને 1 બોટ વેરાવળની હોવાનું માહિતી સામે આવી છે.
આ પેહલા પણ પાકિસ્તાન વારં વાર ભારતીય જળ સીમામાં ઘૂસીને ભારતીય બોટનું અપહરણ કરી ચુક્યા છે ત્યારે ફરી એક વાર પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે.
પાકિસ્તાને પકડેલા ભારતીય માછીમારોને છોડાવવા માટે માછીમારોને પરિવારજનો સાંસદ રાજેશ ચુડાસમા સાથે મુલાકાત કરી હતી અને જેમાં માછીમારોને છોડાવવાની પરિવારજનોએ માંગ કરી હતી.
અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ