અમદાવાદમાં ACBએ ત્રણ પોલીસકર્મીઓને શાકભાજીના વેપારી પાસેથી લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા, ટમેટાનું વેચાણ કરવા દેવા રૂ.100ની લાંચ માંગી હતી

0
284

ડાબેથી કોન્સ્ટેબલ પ્રભુદાસ બારોટ અને હેડ કોન્સ્ટેબલ ક્રિષ્ના બારોટ

શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓને ACB(એન્ટી કરપ્શન બ્યૂરો)એ લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે. આજે વહેલી સવારે ACBને ફરિયાદી તરફથી લાંચ અંગે માહિતી મળતાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. PCR(પોલીસ કન્ટ્રોલ રૂમ)માં ફરજ બજાવતા ત્રણેય પોલીસકર્મીઓને અમદાવાદ ACBની ટીમે લાંચ લેતા ઝડપી લીધા બાદ ACB કચેરી લઈ જવામાં આવ્યા હતા. જ્યાં કેટલા રૂપિયાની લાંચ અને શું કામ કરવા માટે લાંચ માંગી તે અંગે ખુલાસો થયો હતો. આ ખુલાસા મુજબ આરોપી પોલીસ કર્મીઓ શાકભાજીના વેપારી પાસેથી છોટા હાથી વાહન ઉભું રાખવા અને ટમેટાનું વેચાણ કરવા દેવા માટે તેઓ પાસેથી ગેરકાયદે રીતે રૂ.100ની લાંચની માંગણી કરતાં ઝડપાયા હતા.

આ લાંચમાં ઝડપાયેલા ત્રણ આરોપીઓમાં પ્રભુદાસ નાનજીભાઇ ડામોર, પોલીસ કોન્સ્ટેબલ (PCRવાનના ઓપરેટર), ક્રિષ્ના અરવિંદભાઇ બારોટ, હેડ કોન્સ્ટેબલ (PCRવાનના ઈન્ચાર્જ), દિલીપચંદ્ર ગુલાબચંદ્ર બારોટ, કોન્સ્ટેબલ (PCRવાન નંબર-40ના ડ્રાઈવર)નો સમાવેશ થાય છે.

PCRવાન નંબર-40ના ડ્રાઈવર અને કોન્સ્ટેબલ એવા દિલીપચંદ્ર ગુલાબચંદ્ર બારોટ

PCRવાન નંબર-40ના ડ્રાઈવર અને કોન્સ્ટેબલ એવા દિલીપચંદ્ર ગુલાબચંદ્ર બારોટ

શાકભાજીના વેપારી પાસેથી દરરોજના રૂ.50 થી રૂ.100ની ગેરકાયદે માંગણી કરતા આ અંગે ACBને માહિતી મળી હતી કે શાકભાજીના છુટક ધંધો કરતા વેપારીઓ પાસેથી ગાયકવાડ હવેલી પોલીસ અવાર નવાર લાંચ લેવાતી હોવાની ચોક્કસ બાતમીના આધારે ડિકોય ગોઠવી હતી. જેમાં ડિકોયર પોતાની ગાડીમાં ટમેટા ભરીને જગન્નાથ મંદિરના ગેટ નંબર-4 ની આગળ, દુકાન નંબર-48ની પાછળના ભાગે, શાક માર્કેટમાં વહેલી સવારે ઉભા રહીને ટમેટા વેચવા ડીકોયરની ટમેટા ભરેલી ગાડીને ઉભી રાખવા દેવા અને ટમેટાનું વેચાણ કરવા દેવા માટે ગાયકવાડ હવેલી PCRના પોલીસ કર્મચારીઓ દ્વારા ડીકોય પાસેથી દરરોજના રૂ.50 થી રૂ.100 સુધીની ગેરકાયદે રીતે માંગણી કરાઈ હતી. ડિકોય મુજબ PCR વાન નંબર-40ના પોલીસના કર્મચારીઓ ડીકોયર પાસેથી છોટા હાથી વાહન ઉભું રાખવા અને ટમેટાનું વેચાણ કરવા દેવા માટે તેઓ પાસેથી ગેરકાયદે રીતે રૂ.100ની લાંચની માંગણી કરતાં ACBએ ઝડપી લીધાં હતાં.