બાબરી મસ્જિદ ધ્વંસ કેસનો નિર્ણય 27 વર્ષ પછી 30 સપ્ટેમ્બરે લેવાશે

0
84

ઉત્તર પ્રદેશનાં અયોધ્યામાં ડિસેમ્બર 1992 માં તોડવામાં આવેલી બાબરી મસ્જિદના કેસની સુનાવણી CBI ની અદાલત 27 વર્ષ પછી કરવા જઈ રહી છે. તેનો નિર્ણય 30 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. આ કેસમાં પૂર્વ ઉપ વડાપ્રધાન અને પૂર્વ ગૃહમંત્રી લાલ કૃષ્ણ અડવાણી, પૂર્વ રાજ્યપાલ અને UP ના પૂર્વ સીએમ કલ્યાણ સિંહ, ભાજપના નેતા વિનય કટિયાર, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ ઉમા ભારતી આરોપી છે. આ મામલે તેમના સિવાયના 49 આરોપિઓ સામે ચાર્ટશીટ દાફલ કરવામાં આવી હતી. જેમાંથી 17 આરોપીઓ મૃત્યુ પામ્યા છે.

મંગળવારના રોજ CBI ની વિશેષ અદાલતમાં બચાવ પક્ષ અને ફરીયાદી પક્ષ તરફથી મૌખિક ચર્ચા પૂર્ણ કરવામાં આવી હતી. હવે CBI ની વિશેષ અદાલત આ મુદ્દે 30 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય લેશે. 2 સપ્ટેમ્બરથી અદાલત પોતાનો નિર્ણય લખાવવાની શરૂઆત કરશે. વિશેષ જજ સુરેન્દ્ર કુમાર યાદવે હુકમ કર્યો છે કે નિર્ણય લખાવા માટેની પત્રાવલીને તેમની સામે રજૂ કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here