તા.૨૦મીએ ભાજપ વિધાનસભા પક્ષની બેઠક: પ્રદીપસિંહ જાડેજા

0
100

તા.૨૧થી ૨૫ દરમિયાન મળનાર ચોમાસા સત્રને લઈને તેની પૂર્વ સંધ્યાએ તા.૨૦મીએ ગુજરાત વિધાનસભા ભાજપ પક્ષની બેઠક ગાંધીનગર ખાતે મળશે. વિધાનસભા સંકુલ ખાતે પાર્ટ ખંડમાં મળનારી આ બેઠકમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને વિધાનસભા અધ્યક્ષ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવનાર છે.આ પાંચ દિવસના સત્ર દરમિયાન ૨૪ જેટલા અધ્યાદેશ લાવવામાં આવનારછે. જેમાં ગુંડા એકટ, પાસા એકટ, ભૂમાફિયા, રજિસ્ટ્રેશન એકટ સહિતના કાયદાઓ લાવવામાં આવશે આ વખતના પાંચ દિવસના સત્ર દરમિયાન કોઈપણ અરજદારોને પ્રવેશ નહીં આપવામાં આવે આથી અરજદારોને ગાંધીનગર સુધી આવવા નહીં તેવી અપીલ પણ કરવામાં આવી છે.


વિધાનસભા અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનનો કડક અમલ કરવામાં આવશે. ગુંડા એકટ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવા પાછળનો ઉદેશ્ય ભારત સમવાયી તંત્ર છે. કેટલીક બાબતોમાં રાષ્ટ્રપતિની મંજૂરી અને અનુમતિ આવશ્યક છે.આ વખતે કોરોનાની મહામારી દરમિયાન સામાજિક, સ્વૈચ્છીક સંગઠનો દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઈ વિધાનસભાના નિયમ-૧૨૦ અન્વયે આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ ખાસ આભાર માનતો સરકારી પ્રસ્તાવ લાવશે.આ સિવાય અતિવૃષ્ટિમાં રોડ-તુટયા કોરોનાની સ્થિતિમાં કરેલી કામગીરી આત્મનિર્ભર ગુજરાત પેકેજ જેવી બાબતોનો સમાવેશ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here