લો કર લો બાત / સોપારીના વેપારીને ત્યાં નકલી પોલીસ બની રેડ કરનારો ઝડપાયો

0
2792

પોતાની નકલી પોલીસ તરીકેની ઓળખ આપનારો નિવૃત ASIનો પુત્ર દેવાંગ તોડ કરવામાં “પાવરફુલ” હોવાની શહેરમાં ચર્ચા: ભોગ બનનારને પોલીસ ફરિયાદ નોંધાવવા અપીલ

તા.૧,જેતપુર:  રાજકોટ જિલ્લાના જેતપુરમાં નકલી પોલીસ બનીને તોડ કરતો એક શખ્સ ઝડપાયો છે. આ ઇસમનું નામ દેવાંગ પંડ્યા છે. તે પોલીસ હોવાનું કહીને લોકો પાસેથી પૈસા પડાવી રહ્યો હતો. લોકડાઉનમાં સોપારી-તમાકુના વેપારીના ઘરમાં ઘૂસી પૈસા પડાવતો હતો. 


આરોપીના પિતા નિવૃત ASI :પુત્રનું લાંછનરૂપ કૃત્ય

લોકોને પોલીસ હોવાનું કહીને પૈસા પડાવનાર ઝડપાયેલા દેવાંગના પિતા પ્રફુલભાઈ પંડ્યા જેતપુર પોલીસમાં નિવૃત ASI છે. દેવાંગ પંડ્યા પોતે પોલીસ હોવાની માહિતી આપીને લોકો પાસે પૈસા પડાવતો હતો. હાલ લોકડાઉન હોવાને કારણે સોપારી-તમાકુનો વ્યાપાર બંધ છે. એટલે તે આવા વેપારીઓને પોતાનો શિકાર બનાવતો હતો. તેણે જેતપુરનાં અમરનગર રોડ પરની માધવ પાર્ક સોસાયટીમાં સોપારી-તમાકુના વેપારી પાસેથી તોડ કર્યો હતો. એક વેપારી પાસેથી 7 હજાર રૂપિયા પડાવ્યા હતા. તેણે વેપારીના ઘરેથી આ પૈસા પડાવ્યા હતા. ત્યારબાદ લોકોએ તેનો પૈસા લેતો વીડિયો બનાવી લીધો હતો.

આ ઘટનાની જાણ થયા બાદ પોલીસે યુવકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

નકલી પોલીસ બનીને તોડ કરનાર દેવાંગ જેતપુરમાં નકલી પોલીસનાં નામે તોડ કરવામાં કુખ્યાત હોવાની વાત પણ લોકમુખે થઇ રહી છે. હાલમાં પોલીસે આ ઇસમને ઝડપીને તેના વિરુદ્ધ IPC ૩૮૪ તથા ૧૭૦ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here