શ્રીનગરમાં આતંકી અથડામણ, ત્રણ આતંકીઓનો ખાતમો

0
254

જમ્મુ અને કાશ્મીર ના શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટર આજે સવારે ૩:૫૦ વાગે બટમલનૂ વિસ્તારમાં થયું હતું . આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવાયોહતો અને .આ સાથે જ શ્રીનગરમાં સુરક્ષાદળોની મૂવમેન્ટ વધી ગઈ છે.


સીઆરપીએફની કયૂએટી અને એસઓજીના જવાનો આતંકીઓનો મુકાબલો કરી રહ્યા છે. આ અથડામણમાં ૩ આતંકીઓનો ખાતમો થયો છે. જો કે સીઆરપીએફના એક ઓફિસર ઘાયલ થયા હોવાના સમાચાર છે. હાલ એન્કાઉન્ટર ચાલુ છે.


આ અગાઉ બુધવારે સુરક્ષાદળોને પુલવામાના કાકાપોરાના મારવલ ગામમાં આતંકીઓ છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શ કયુ હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શ કરી દીધુ તું.


જમ્મુ કાશ્મીર પોલીસ, આર્મીની ૫૦ રાષ્ટ્ર્રીય રાયફલ્સ (આરઆર) અને સીઆરપીએફની જોઈન્ટ ટીમે આતંકીઓને ઘેર્યા હતાં. સુરક્ષાદળોને બેથી ત્રણ આતંકીઓ છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. આ એન્કાઉન્ટરમાં બે જવાન ઘાયલ થયા હતા.