ભાજપ અને કોંગ્રેસના નેતાઓ હવ સોશ્યલ મિડીયાના સહારે, ચૂંટણીમાં પણ ઇ–કેમ્પેઇન શરૂ કરવાની તૈયારી સીઆર પાટીલની રેલી અંગે ભાજપના નેતાઓ હવે મૌન બની ગયા
ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ રાજકીય પાર્ટીઓ અને રાજનેતાઓ શાંત બની ગયા છે. રાયમાં કોરોના સંક્રમણના સમયમાં હવે કોઇ જગ્યાએ રાજકીય રેલી કે જાહેરસભા નહીં થાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, કોરોના સમયમાં વિધાનસભાની પેટાચૂંટણી આવશે ત્યારે પણ જાહેર સભા પર નિયંત્રણ મૂકવામાં આવી શકે છે. બન્ને પાર્ટીઓએ તેમના પ્રચારનું માધ્યમ બદલીને સોશ્યલ મિડીયા પર કેન્દ્રીત કયુ છે.
ગુજરાત ભાજપના નવા પ્રમુખ સીઆર પાટીલે સૌરાષ્ટ્ર્ર અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ કરીને રેલી અને સભાનું આયોજન કરી કાર્યકરો તેમજ લોકોને એકત્ર કર્યા હતા જેની સોશ્યલ મિડીયામાં ટીકાઓ થઇ હતી. દરમ્યાન સીઆર પાટીલને કોરોના પોઝિટીવ આવતાં તેઓ હાલ સારવાર પૂર્ણ કરીને ઘરમાં કોરેન્ટાઇન થયેલા છે. હવે તેઓ ગુજરાતના જિલ્લા અને ઝોન પ્રમાણેના પ્રવાસ ટૂંકાવી રહ્યાં છે.
બીજી તરફ કોંગ્રેસે પણ સભાઓ અને રેલીઓ નહીં કરવાનું નક્કી કયુ છે. કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ કહ્યું હતું કે અમે કોરોના સંક્રમણના સમયમાં ભાજપની જેમ રેલીઓ તેમજ સભાઓ કરતા નથી. અમે ભાજપની સભાઓની ટીકા પણ કરી હતી અને પરિણામ સામે આવ્યું છે. રાજકોટ અને સૌરાષ્ટ્ર્રના કેટલાક જિલ્લામાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યાં છે. અમે અમાં ધ્યાન સોશ્યલ મિડીયા પર કેન્દ્રીત કયુ છે.
ગુજરાત હાઇકોર્ટમાં કોરોના સંક્રમણ અને રાજકીય પાર્ટીની રેલી અને સભાઓ અંગેની એક પિટીશનમાં સરકારને કડક પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. હાઇકોર્ટે કહ્યું હતું કે ખોટા દાખલા બેસાડશો નહીં. અદાલતે કહ્યું હતું કે નિયમો અને કાયદા બઘાં માટે સરખા હોય છે. રાજકીય લોકો સરકારની ગાઇડલાઇનનું પાલન કરે, કારણ કે તેઓ જનતાના માર્ગદર્શક છે.
સામાન્ય રીતે ગુજરાતમાં કોરોના સંક્રમણના સમયમાં ભીડ,સરઘસ, રેલી કે મેળાવડામાં સામાન્ય રીતે ગાઇડલાઇનનું ઉલ્લંઘન થતું હોય છે. ભાજપની રેલીઓમાં તે જોવામાં આવ્યું છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ રેલી કે મેળાવડા કરતા હોય છે. બન્ને પાર્ટીના નેતાઓએ સમજવું જોઇએ કે કોરોના સંક્રમણના સમયે ભીડ એકત્ર કરવી એ જોખમથી ભરેલું પગલું છે.
ભાજપના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે અમે મેળાવડા કરતાં હવે સોશ્યલ મિડીયા થકી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું. એ સાથે અમે જિલ્લામાં કે શહેરોમાં કાર્યકરો કે આગેવાનો સાથે ચર્ચા કરવી હશે તો વિડીયો કોન્ફરન્સના માધ્યમનો પ્રયોગ કરવામાં આવશે. ડિજીટલ યુગમાં કોઇપણ પાર્ટી તેના કાર્યકરો સુધી પહોંચી શકે છે અને કોઇપણ મેસેજ આપી શકે છે