આલિયા અને રણબીરને પણ બ્રહ્માસ્ત્ર પુરી કરવાની છે ઉતાવળ,જાણો કારણ

0
242

અયાન મુખર્જીની મહત્વાકાંક્ષી ફિલ્મ બ્રહ્માસ્ત્ર પર ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે. પરંતુ કોઈને કોઈ કારણોસર આ ફિલ્મમાં અડચણ આવી રહી છે. કોરોના વાયરસના કારણે ફિલ્મ પૂર્ણ કરવી એ મોટો પડકાર બની ગયો છે. તેવામાં હવે આલિયા અને રણબીર પણ આ ફિલ્મનું કામ પુરું કરવા ઉતાવળા થયા છે. ફિલ્મની રિલીઝ ડેટ અંગે પણ અનેક અટકળો સામે રહી છે. પરંતુ હજી સુધી કંઇ સ્પષ્ટ થયું નથી.


હવે સમાચાર આવી રહ્યા છે કે બ્રહ્માસ્ત્રના શૂટિંગનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ડબિંગ કામ ચાલી રહ્યું છે અને રણબીર-આલિયા થોડા દિવસોથી એક સ્ટુડિયોમાં આ કામ કરી રહ્યા છે. એક ન્યૂઝ પોર્ટલ મુજબ અયાન મુખર્જી આ વખતે ફિલ્મના પ્રમોશન માટે નવી રીત શોધી રહ્યા છે. તેઓ ફિલ્મની રજૂ કરતાં પહેલા એક ખાસ વીડિયો બહાર પાડવાનો વિચાર કરી રહ્યા છે. આ વીડિયો દ્વારા લોકોને બ્રહ્માસ્ત્રની દુનિયા વિશે બધું કહેવામાં આવશે. ફિલ્મના પ્રમોશન માટેની આ એક અનોખી રીત હશે.