સ્ટાર્ટ અપમાં રોકાણ પર ટેકસ છૂટ આપવા ભલામણ

0
252

નાણાકીય બાબતો અંગેની સંસદીય સ્ટેન્ડીંગ કમિટી દ્રારા દેશમાં સ્ટાર્ટ અપ ઔધોગીક સાહસો માં કરવામાં આવતા રોકાણ પર બે વર્ષ માટે લોંગ ટર્મ કેપિટલ ગેન ટેકસ પાછો ખેંચી લેવાની સરકારને ભલામણ કરી છે અને કેન્દ્ર સરકાર જો આ ભલામણ માની લેશે તો સ્ટાર્ટ અપ માં જંગી રોકાણ આવવાની સંભાવના છે.કલેકિટવ રોકાણ ગ્રુપ દ્રારા અથવા તો રોકાણ ફંડો દ્રારા સ્ટાર્ટ અપમાં જે રોકાણ કરવામાં આવે તેના પર બે વર્ષ સુધી ટેકસ નહી લેવાની વિસ્તૃત ભલામણ કરવામાં આવી છે. સંસદીય પેનલ દ્રારા આ માટેના ફાયદા પણ ગણાવવામાં આવ્યા છે અને પોતાના અહેવાલમાં સ્ટાર્ટ–અપ ની અત્યાર ની સ્થિતિ ની વિસ્તૃત છણાવટ પણ કરવામાં આવી છે.


સંસદીય પેનલે એવો રસ્તો પણ બતાવ્યો છે કે બે વર્ષ સુધી સ્ટાર્ટ અપ માં તમારા રોકાણ પર ટેકસ પાછો ખેંચી લેવામાં આવ્યા બાદ સિકયુરિટી ટ્રાન્ઝેકશન ટેકસ નાખી શકાય છે અને એમ કરીને બે વર્ષમાં ટેકસ નહીં લેવાને કારણે પડેલા ખાડાને પૂરી શકાશે.કેન્દ્ર સરકાર આ ભલામણ અંગે ગંભીરતાથી વિચાર કરશે ના બારામાં વાણિય મંત્રાલય તેમ જ નાણાં મંત્રાલય સાથે બેઠક બાદ કેન્દ્ર સરકાર અંતિમ નિર્ણય લેશે તેમ માનવામાં આવે છે