જૂઓ એપ્પલે લોન્ચ કરેલ નવા ગેઝેટ છે અત્યંત આકર્ષક અને ઉપયોગી

0
134

ટેકનોલેજી ક્ષેત્રે ગ્રાહકોના દિલમાં વસેલી એપલ કંપનીએ તેની લેટેસ્ટ ઈવેન્ટ ટાઈમ ફલાઈઝમાં આઇપેડ સાથે તેની નવી વોચ સિરિઝ લોન્ચ કરી છે. આ ઈવેન્ટમાં કંપનીએ નવી બે વોચ એપ્પલ વોચ સિરિઝ 6 અને એપ્પલ વોચ SE લોન્ચ કરી છે. વોચ SEને હાલમાં અફોર્ટેબલ વોચ તરીકે ગણવામાં આવી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર આ વોચ પહેલી વાર સ્માર્ટવોચ ખરીદનાર માટે આકર્ષનું કેન્દ્ર રહેશે ઉપરાંત બાળકો માટે આ વોચમાં કેટલાક નવા ફીચર આપવામાં આવ્યા છે.

કંપનીના સીઈઓ ટીમ કુકે કૈલિફોર્નિયામાં કંપનીના મુખ્યકાર્યાલયેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ જાણકારી આપી હતી. ટીમે જણાવ્યું હતું કે કંપની દર વર્ષે સપ્ટેમ્બર માસમાં કંઈક નવું લોન્ચ કરે જ છે જો કે આઈફોન 12ની રાહ જોઈ રહેલ લોકો માટે ખરાબ સમાચાર છે કે આ વર્ષે એપ્પલનું ફોક્સ માત્ર એપ્પલ વોચ અને આઈપેડ ઉપર હશે.

એપ્પલ વોચ સિરિઝ 6 લેટેસ્ટ વોચ ઓપરેટિંગ સિસ્ટમ watchOS 7 પર  કામ કરે છે તેમજ ઓલવેઝ ઓન ડિસ્પ્લે આપવામાં આવી છે. કંપનીએ આ વોચમાં બાળકોને આકર્ષવા માટે ફેમિલી ફીચર આપ્યા છે જેમાં યુઝર્સ તેના બાળકોની સ્માર્ટવોચને પોતાના આઈફોન સાથે સેટ કરી શકે છે અને કોલ તેમજ નોટિફિકેશનની સૂચના મેળવી શકે છે.

એપ્પલ વોચ સિરિઝમાં બ્લડ ઓક્સિજન ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી લગભગ 15 સેકન્ડમાં બ્લડમાંથી ઓક્સિજનના લેવલની જાણ થઈ શકે છે. ભારતમાં  એપ્પલ વોચ સિરિઝ 6ની શરૂઆતી કિંમત લગભગ 40,900 રૂપીયા હશે. જોકે કંપનીએ આ બાબતે હજુ કોઈ માહિતી આપી નથી. કંપની આ વોચમાં અવનવા 6 બેલ્ટનો ઓપશન આપી શકે છે. જો કે હાલમાં આ વોચ ભારતમાં ઉપલબ્ધ થઈ શકાશે નહીં એમ કંપનીનું કહેવું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here