કોરોનાવાયરસ મહામારી આક્રમક બની ત્યારે અર્થતત્રં વધુ ડાઉન થશે
દેશમાં કોરોનાવાયરસ ની મહામારી એ ઘાતક સ્વપ ધારણ કરી લીધું છે અને મૃત્યુ દર વિશ્વમાં ઓછો હોવા છતાં કેસની સંખ્યા ખૂબ જ વધી રહી છે ત્યારે તેને પગલે અનેક રાયોમાં ધંધા રોજગાર ઉધોગો હજુ પણ શિથિલ અવસ્થામાં છે ત્યારે રેટિંગ એજન્સી એસ એન્ડ પી દ્રારા દેશના અર્થતંત્રનું વધુ ચિંતાજનક અનુમાન કરવામાં આવ્યું છે.
સમગ્ર સ્થિતિનો અભ્યાસ કરીને આ રેટિંગ એજન્સી દ્રારા દેશના અર્થતત્રં વૃદ્ધિદર ના અનુમાનમાં ભારે ઘટાડો કરી દીધો છે અને માઇનસ ૯ ટકા નો અંદાજ જાહેર કર્યેા છે. આ પ્રકારનું અનુમાન ખરેખર કેન્દ્ર સરકાર અને રાય સરકારો માટે ભારે ચિંતાનો વિષય બની શકે છે.
આ પહેલા આ રેટિંગ એજન્સી દ્રારા આર્થિક વૃદ્ધિદર નું અનુમાન આટલું નીચલા લેવલ રાખવામાં આવ્યું ન હતું પરંતુ દર સાહે સ્થિતિ બદલાઇ રહી છે અને પડકારો વધી રહ્યા છે ત્યારે રેટિંગ એજન્સીઓ દ્રારા વર્તમાન સ્થિતિનો અભ્યાસ કરીને પોતાના અનુમાન માં સુધારા વધારા કરવામાં આવે છે.
આ પહેલા અન્ય રેટિંગ એજન્સીઓ દ્રારા પણ ભારતના અર્થતંત્રની સામે આવનારા પડકારો વિશે સંકેતો આપવામાં આવ્યા છે અને લગભગ મોટા ભાગની રેટિંગ એજન્સીઓએ વૃદ્ધિદરમાં હજુ પણ આગામી દિવસોમાં ભારે ઘટાડો જોવા મળશે તેવી આગાહીઓ કરી છે અને પોતાના રિપોર્ટ જાહેર કર્યા છે