વેબસીરીઝની દુનિયાના આ છે સુપરસ્ટાર, પરંતુ બોલિવૂડમાં ન જમાવી શક્યા સિક્કો

0
201

લોકડાઉન દરમિયાન ઓટીટી પ્લેટફોર્મ પર વેબ સિરીઝે મેળવેલી સફળતા રેકોર્ડબ્રેકિંગ હતી. લોકડાઉન પૂર્વે જ આવી ઘણી ભારતીય વેબ સિરીઝ રિલીઝ થઈ હતી જેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે. આ લોકપ્રિય વેબ સિરીઝે શોના કલાકારોને પણ મોટી ઓળખ આપી હતી. આ કલાકારો બોલિવૂડમાં પોતાનો સિક્કો જમાવી શક્યા નથી પરંતુ તેમના માટે આ ડિજિટલ પ્લેટફોર્મ નસીબદાર સાબિત થયું. 

શોભીતા ધૂલીપાલા
 
શોભિતા ધૂલીપાલાએ એમેઝોન પ્રાઈમ શો મેડ ઇન હેવનમાં શાનદાર કામગીરી કરી હતી. આ વેબ સિરીઝમાં શોભિતાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેના પાત્રને સંપૂર્ણ ન્યાય આપ્યો હતો. આ સિરીઝથી શોભિતા લોકપ્રિય બની હતી. આ પછી તે બાર્ડ ઓફ બ્લડ સિરીઝમાં પણ જોવા મળી હતી. 
 

જીતેન્દ્ર કુમાર
  
ટીવીએફ પિચર્સ અભિનેતા જીતેન્દ્ર કુમાર માટે નસીબની ચાવી સાબિત થઈ. આ શો પછી જ લોકોએ તેની નોંધ લીધી. જો કે આ પહેલા તે પરમેનન્ટ રૂમમેટ્સમાં જોવા મળ્યો હતો, પરંતુ તેમાં સુમિત વ્યાસની વધારે નોંધ લેવાઈ હતી. ટીવીએફ પિચર્સ પછી તેને ફિલ્મો અને અન્ય વેબ સિરીઝની ઓફર મળવાનું શરૂ થયું. તેની હિટ સિરીઝમાં કોટા ફેક્ટરી, પંચાયત પ્રખ્યાત છે. જીતેન્દ્રએ વર્ષ 2019 માં રિલીઝ થયેલી ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાન ફિલ્મમાં આયુષ્માન ખુરના સાથે કામ કર્યું હતું. 


તનુજ વિરવાની
  
અભિનેતા રતિ અગ્નિહોત્રીના પુત્ર અભિનેતા તનુજ વિરવાનીએ લવ યુ સોનીયા ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. આ પછી, પુરાની જિન્સ અને વન નાઇટ સ્ટેન્ડ ફિલ્મ્સ  કરી હતી.  2017 માં તે વેબ સિરીઝ ઇનસાઇટ એજમાં દેખાયો. આ પછી તનુજ પોઇઝન, કોડ એમ જેવી સફળ વેબ સિરીઝમાં દેખાયો. 
 

માનવી ગગરુ
 
માનવી ગગરુ માટે પણ ટીવીએફ પિચર્સ વેબ સિરીઝ નસીબદાર હતી. આ શ્રેણીમાં માનવીના નોંધપાત્ર કામની પ્રશંસા કરવામાં આવી હતી. આ પછી  ટીવીએફ ટ્રિપલિંગ, પરમેનન્ટ રૂમમેટ્સ, ફોર મોર શોટ્સ પ્લીઝ, મેડ ઇન હેવન જેવી વેબ હિટ વેબ સિરીઝમાં તે આવી. 
 

અંગિરા ધર
 
ટીવીથી કરિયરની શરૂઆત કરનાર આંગિરા ધર 2015 માં અલી ફઝલ સાથે આવેલી વેબ સિરીઝ બેંગ બાજા બારાતએ તેને રાતોરાત પ્રખ્યાત બનાવી. આ પછી તે વિક્કી કૌશલ સાથે ફિલ્મ લવ પર સ્ક્વેર ફુટ અને કમાન્ડો 3 માં વિદ્યુત જામવાલ સાથે પણ જોવા મળી હતી.  
 
 
શ્રિયા પીલગાંવકર
 
સચિન અને સુપ્રિયા પિલ્ગાંવકરની પુત્રી અભિનેત્રી શ્રિયા પિલ્ગાંવકરની નોંધ સૌ પ્રથમ મિર્ઝાપુરમાં લેવાઈ હતી. જોકે શ્રીયાએ અગાઉ પણ વેબ સિરીઝમાં કામ કર્યું હતું, પરંતુ તેને ઓળખ મિર્ઝાપુરથી મળી હતી.

 
સુમિત વ્યાસ 
 
સુમિત વ્યાસ ડિજિટલ પ્લેટફોર્મનો સૌથી પ્રખ્યાત ચહેરો છે. પરમેન્ટ રૂમમેટ્સ વેબ સિરીઝમાં તેની નિર્દોષતા અને કોમેડિ બંનેએ પ્રેક્ષકોનું હૃદય જીતી લીધું હતું. 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here