સાથ નિભાના બીગ બોસ…. જીયા માણેક બિગ બોસ હાઉસમાં કહેશે રસોડામાં કોણ હતું ?

0
278

રસોડે મેં કૌન થા ફેમ જિયા માણેકે સાથ નિભાના સાથિયાનો સાથ છોડ્યો હતો. પરંતુ  હવે તે ફરીથી ટીવીના પડદે જોવા મળશે.  જિયા માણેક હવે બિગ બોસ 14 માં જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર જીયા માણેકે બિગ બોસ 2020 માં પ્રવેશ કરવાનું મન બનાવી લીધું છે. તાજેતરમાં તેના વાયરલ થયેલા વીડિયોની લોકપ્રિયતા જોઈને બિગ બોસના નિર્માતાઓએ જિયાને પસંદ કરી હોવાના અહેવાલ છે. જીયા માણેક પણ આ રિયાલિટી શોની સ્પર્ધક બનવા માટે તૈયાર થઈ છે.

 
બિગ બોસ 2020 ના હોસ્ટ સલમાન ખાન 1 ઓક્ટોબરના રોજ શોના પ્રીમિયર એપિસોડનું શૂટિંગ કરશે અને બાકીના 13 સ્પર્ધકો સાથે જીયા તેના મેડિકલ ટેસ્ટ કરાવી શૂટિંગ કરશે અને ક્વોરેન્ટાઇનની પ્રક્રિયા પૂર્ણ કરશે. ગુજરાતની જીયા માણેકે 2010 માં તેની પહેલી સીરિયલ સાથ નિભાના સાથિયા સાથે ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. આ શો સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ બની ગયો અને જીયા દરેકની ઘરમાં પ્રિય એવી ગોપી બહુ બની.