જાણો એક મહિનામાં કેટલા લાખ લોકોને નોકરીથી હાથ ધોવા પડયા

0
124

તાજેતરમાં સેન્ટર ફોર મોનેટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)એ જણાવ્યુ છે કે, મેથી ઓગસ્ટ આ છેલ્લા ચાર મહિના  66 લાખ લોકોએ પોતાની નોકરીથી હાથ ધોવા પડયા છે. એટલે સરેરાશ જોઈએ તો દર મહિને લગભગ 15 લાખથી વધુ લોકોને પોતાની રોજીરોટી ગુમાવી છે. આ સમય દરમિયાન ભારતમાં બેકારીની સમસ્યા વધુ વિકટ બની રહી છે.  કોરોના વાયરસની મહામારી અને સરકારે જાહેર કરેલ લોકડાઉનના કારણે દેશમાં બેરોજગારોની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે. ભારતભરમાં  એન્જિનિયર, ફિઝિશિયન, શિક્ષકો સહિતના વ્હાઇટ કોલર જોબ ધરાવતા 66 લાખ લોકોએ પોતાની નોકરી ગુમાવી પડી છે અને તેઓ બેરોજગાર બન્યા છે. જોકે આમાં ક્વોલિફાઇડ સ્વ-રોજગારી ધરાવતા ઉદ્યોગ સાહસિકોનો સમાવેશ થતો નથી

CMIEના કન્ઝ્યુમર પિરામિડ્સ હાઉસહોલ્ડ સર્વેમાં દર ચાર મહિને બહાર પાડવામાં આવતા 20માં ડેટાના આધારે CMIEના સાપ્તાહિક વિશ્લેષ્ણ અનુસાર, પગારદાર કર્મચારીઓમાં સૌથી વધુ નુકસાન વ્હાઇટ-કોલર વ્યાવસાયિક કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓને થયુ છે. પ્રવર્તમાન કટોકટીને લીધે દેશમાં વ્હાઇટ કોલર  જોબ ધરાવતા પ્રોફેશનલ્સની સંખ્યા વર્ષ 2016 પછીની સૌથી નીચી સપાટીએ આવી ગઇ છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2019માં દેશમાં વ્હાઇટ કોલર જોબ ધરાવતા કર્મચારીઓની સંખ્યા 1.88 કરોડ હતી જે મે-ઓગસ્ટ 2020ના અંતે ઘટીને 1.22 કરોડ થઇ ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here