જેતપુર: લો કર લો બાત-૭૦૦૦થી વધુ ટેલીફોન ભંગાર બનવા તૈયાર !!

0
554

જાને કહાં ગયે વો દિન..’જેતપુરના બીએસએનએલ ટેલીફોનીક એક સમયનું હબ ગણાતું..આજે ૭૦૦૦થી વધુ ઇન્સ્ટુમેન્ટ ગાર્બેજ કલેકશનમાં મોકલવામાં આવ્યા 

જેતપુર તા.૧૯જેતપુર શહેરમાં સૈથી ઉંચી ઇમારત ‘ભારત સંચાર નિગમ લિમિટેડ’ (બીએસનેલએલ) આવેલ છે. રંગબેરંગી કલરની કોટન સાડી-ડ્રેસનું હબ સમા ઐાધોગિક શહેર જેતપુરમાં દેશ-વિદેશમાંથી દરરોજની ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ થતો જ રહ્યો છે. ૩૦ વર્ષ પહેલા પણ મુંબઇ-કલકતા સહિત અનેક રાજ્યોમાંથી આવતા વેપારીઓ પણ સાડીના કારખાનેદારને મળવા આવે તે પહેલા ટેલીફોનીક મારફત સંદેશો મોકલીને પધારતા હતા.જેતપુર શહેરભરમાં ૯૦૦૦થી પણ વધુ ભારતીય દુરસંચાર વિભાગના ટેલીફોન કાર્યરત હતા અને લોકો પોતાની વાતચીત કરી વેપાર-ધંધાનો કારોબાર કાર્યરત રાખતા હતા. જા કે ધીમે ધીમે ટેકનોલોજી વિકસીત થતી ગઇ તેમ આધુનિક કોમ્યુટર, ઇમેઇલ, વેબ સાઇટ તથા મોબાઇલની અવનવી ટેકનોલોજીથી લેન્ડલાઇડ ટેલીફોનીક વ્યાપ ઘટતો જ ગયો કેમ કે, બીએસએનએલ સમય સાથે ટેકનોલોજી બદલાવી શકેલ ન હતા.આજે પુરા જેતપુરમાં માંડ માંડ ૧પ૦૦થી ઓછા ટેલીફોન કાર્યરત છે, તેમજ વારંવાર ફોલ્ટ આવવાને કારણે લોકોએ કંટાળીને ટેલીફોન કનેકશન રદ કરેલ હતા. જા કે બીએસએનએલ કચેરીમાં ટેલીફોન રદ થયેલ સ્ટોરરૂમમાંથી હાલમાં ૭૦૦૦થી વધુ ટેલીફોન ગારબેન કલેકશન સેન્ટરમાં મોકલવામાં આવ્યા ત્યારે સાચો ખ્યાલ આવ્યો કે, ભારત દુરસંચાર વિભાગ દ્વારા સમયાંતરે અવનવી ટેકનોલોજી સાથે ચાલ્યા હોત તો કદાચ આ તમામ ટેલીફોનીક ઉપકરણ કચરાના ડબ્બામાં ગયા ન હોત, જેટલી આધુનિક ટેકનોલોજી આવી તેમ તેમ તમામ ટેલીફોનીક ઇન્સ્ટુમેન્ટ કેન્સલ થતાં ગયા અને આજે આ તમામ ટેકનોલોજી જુની થતાં લોકોએ પોતાનો સ્માર્ટ ફોન પણ અલગ કંપનીનો વિકસાવી લીધેલ છે.પરંતુ જે તે સમયના વેપારીઓ અને દુકાનદારો સાથે ટેલીફોનીક મારફત કરીને જે આનંદ હતો તે આજના હાઈ સ્પીડ યુગમાં જતો રહ્યો છે, ટેકનોલોજીની સાથે સાથે લોકો પણ માનસિક રીતે પીડાતો રહ્યો છે. આખો દિવસ મોબાઈલની અપડેટમાં જ માનવી પોતાના જીવનનું લક્ષ પણ ભુલતો જતો હોય તેવું ક્યાંકને ક્યાંક પ્રતિત થઇ રહેલું જાવા મળી રહે છે. કારણ કે, પહેલા આખી શેરી-મોહલ્લામાં એક જ ટેલીફોન હોય ત્યારે આડોશી-પાડોશીઓએ તમામ સગા-વ્હાલાઓને એક જ ટેલીફોન નંબર આપેલ હોય અને તે પીપી નંબરથી લોકો એકાબીજાના ઘરે જઇને બોલાવીને વાતચીત કરાવતા ત્યારે એકબીજાના સગા-વ્હાલાઓના પરિવારનો નાતો પણ બીએસએનએલ જાડીને રાખતું હતું, તે સમય આજે લુપ્ત થઇ ગયેલ છે.પ્રસ્તુત તસ્વીરમાં ‘જાને કહાં ગય વો દિન..’ ગીતના શબ્દોની જેમ ટેલીફોનની ઘંટડી આડોશી-પાડોશીના ઘરે વાગતી તો થતું કે, અમારા કોઇ સ્વજનનો ફોન તો નહીં હોય ને.. આજે તે કચરામાં થપ્પાઓની સાથે કચેરીમાં ઘુળ ખાતું ‘ટેલીફોનનું ડબલું’ દશ્યમાન થાય છે.

(તસ્વીર: રાકેશ પટેલ,જેતપુર )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here