સોનાના ઘરેણા તથા રોકડા રૂપીયા મળી કુલ કી.રૂા. ૨,૩૨,૦૦૦/- ના મુદામાલની ઘરફોડીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી વેરાવળ સીટી પોલીસ

0
82

ગઇ તા.૧૬/૦૯/૨૦૨૦ ના રોજ વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.ન. ગુ.ર.ન.૧૧૧૮૬૦૦૯૨૦૧૦૨૮/૨૦૨૦ ઇ.પી.કો. કલમ- ૩૮૦, ૪૫૪,૪૫૭ મુજબના ગુન્હાના ફરીયાદી શ્રી સુલેમાનભાઇ નુરમહમદભાઇ ગઢીયા રહે. વેરાવળ ગુલ્શન એપાર્ટમેન્ટ વાળાએ જાહેર કરેલ કે પોતાના વેરાવળ સોમનાથ ટોકીઝ વિસ્તાર, ગુલ્શન એપાર્ટમેન્ટમાં આવેલ મકાનમાંથી ગઇ તા.૧૫/૦૯/૨૦૨૦ ના કલાક-૧૮/૦૦ થી તા.૧૬/૦૯/૨૦૨૦ ના કલાક-૧૦/૦૦ દરમ્યાન સોનાના ઘરેણા તથા રોકડ રૂપીયા મળી કુલ રૂા.રૂા. ૨,૩૨,૦૦૦/- ના માલમતાની ચોરી થયા અંગેની ફરીયાદ જાહેર કરતા જે અન્વયે જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મનીન્દર પવાર તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા નાયબ પોલીસ અધિક્ષક જી.બી.બામણીયા નાઓએ જીલ્લામાં બનતા આવા ઘરફોડ/ચોરી/લુંટના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આવા ગુન્હાઓ બનતા અટકાવવા જરૂરી સુચના આપેલ હોય


જે અનુસંધાને વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી.પરમાર એ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ વેરાવળ સીટી પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના પો.સબ.ઇન્સ એચ.બી.મુસાર તથા સ્ટાફના પો. હેઙ કોન્સ. દેવદાનભાઇ માણંદભાઇ તથા સુનિલભાઇ માંડણભાઇ તથા ગીરીશભાઇ મુળાભાઇ તથા મયુરભાઇ મેપાભાઇ તથા પો.કોન્સ. કમલેશભાઇ અરજણભાઇ તથા અશોકભાઇ હમીરભાઇ તથા પ્રવિણભાઇ હમીરભાઇ તથા અરજણભાઇ મેસુરભાઇ નાઓની એક ટીમ તૈયાર કરી ગુન્હાવાળી જગ્યાની મુલાકત લઇ શકપડતા ઇસમોની આગવી ઢબે પુછપરછ કરી ગુન્હાના કામે ચોરીમાં ગયેલ મુદામાલ તથા આરોપીને પકડી પાડી ઘરફોડ ચોરીનો વણશોધાયેલ ગુન્હો ડીટેક્ટ કરેલ છે.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here