સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરે સવા લાખ હનુમાન ચાલીસાનુ આયોજન

0
119

સાળંગપુર ખાતેના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા સંપૂર્ણ અધિક માસ દરમ્યાન સવા લાખ હનુમાન ચાલીસાનુ આયોજન કરવામાં આવ્યુ છે. સુપ્રસિધ્ધ યાત્રાધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર દ્વારા સર્વે જગતના જીવ માત્રની સુખાકારી માટે અને વિશ્વ શાંતી માટે આજ તા.18ને શુક્રવારથી શરૂ થતા અધિક માસ (પુરૂષોત્તમ માસ)માં આખો મહિનો દરરોજ સવારે 7 થી સાંજના 7 કલાક સુધી ષોડશોપચાર પૂજન સાથે બ્રાહ્મણો દ્વારા હનુમાન ચાલીસા પઠનનુ આયોજન કરવામાં આવેલ છે. 

અધિક માસ દરમ્યાન દર શનિવારે ભવ્ય ષોડશોપચાર પૂજન આરતી 6-30 કલાકે કરવામાં આવશે. જેમા સંપૂર્ણ માસમાં સવાલાખ હનુમાન ચાલીસા કરાવી સાળંગપુરમાં  બિરાજમાન એવા કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના ચરણોમાં કોરોના મહામારીનો નાશ થાય અને માનવ જીવન વહેલી તકે પૂર્વવત થાય તેવી પ્રાર્થના કરવામાં આવશે. મંદિર દ્વારા આયોજીત આ સેવા સંકલ્પનો લાભ લેવા અને વિશેષ માહીતી માટે સંસ્થાના મો.9825835304,305,306 નંબર ઉપર સંપર્ક કરવા મંદિર દ્વારા જણાવાયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here