પૂજા ભટ્ટનું ચોંકાવના ટ્વિટ, દુ:ખ ભૂલવા માટે ડ્રગ્સ લેવું પડતું હોય છે

0
122

ડ્રગ્સ લેનારની દુર્દશા અને મજબૂરીઓ વિશે કોઈને ખ્યાલ સુદ્ધા નથી હોતો: પૂજા

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે ડ્રગ્સની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન અભિનેત્રી અને ફિલ્મ નિમર્તિા પૂજા ભટ્ટે ટ્વીટ કરીને આર્થિક અને માનસિક રીતે તકલીફ સહન કરી રહેલા લોકો વિશે પ્રશ્ન ઉઠાવ્યા છે કે જે લોકો પોતાના દુ:ખને ભૂલવા માટે ડ્રગ્સનો ઉપયોગ કરતા હોય છે. તેણે પ્રશ્ન કર્યો છે કે શું કોઈને પણ ડ્રગ્સ લેનારની દુર્દશા અને મજબૂરીઓ વિશે ખ્યાલ સુદ્ધા હોય છે.
અભિનેત્રી પૂજા ભટ્ટે ટ્વીટ કરીને કહ્યું છે કે, શું કોઈ એવા લોકોની ચિંતા કરે છે, જે સમાજના અંતિમ હાશિયા પર રહેતા હોય છે, લોકો ડ્રગ્સનો ઉપયોગ એ માટે કરતા હોય છે કે જેથી તેમના જીવનના દુ:ખોને દૂર કરી શકે? તે લોકો કે જે પોતાના સપ્નાઓને સાકાર કરવા માટે થાકી અને તૂટી ગયા હોય છે, ગરીબી અને દુ:ખના કારણે ડ્રગ્સની પાછળ દોડતા થઈ જાય છે? શું કોઈને તેમને સાજા કરવામાં રસ છે?
તાજેતરમાં જ અભિનેત્રી પૂજા ભટ્ટે ટ્વિટર પર પોતાનો ગુસ્સો જાહેર કર્યો હતો. પૂજાની આ નારાજગી સ્વાભાવિક રીતે અભિનેતાઓને બદનામ કરનારી વાત પર હતી. પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા ફિલ્મ નિમર્તિા હંસલ મેહતાની વાતથી સંમત છું કે કોઈ પણ અભિનેતા નાના નથી હોતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here