ગોંડલ તાલુકા શાળાના પટમાં ઘોડી પાસા નો જુગાર રમતા 3 ઝડપાયા

0
256

ગોંડલ તાલુકા શાળાના પટમાં ઘોડી પાસા નો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડે જુગાર રમી રહેલા ઈકબાલ ઉર્ફે ઈકુ વલીમહમદભાઈ હિરંજા રહે રમાનાથ મંદિર સામે ઉમવાડા ચોકડી, ઈશ્વર ચંદુભાઈ સોલંકી રહે તાલુકા શાળા પટ તેમજ વિજય ઉર્ફે લાલો રમેશભાઈ ડાભી રહે વોરા કોટડા રોડ, વિજય નગર વાળાઓને રોકડા રૂ. 7490 સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરોક્ત દરોડા કાર્યવાહીમાં પોલીસ જમાદાર અરવિંદભાઈ વાળા જયસુખભાઇ ગરામભડીયા તેમજ દિવ્યરાજસિંહ જાડેજા સહિતનાં જોડાયા હતા