ડીઝલના ભાવમાં સૌથી મોટો ઘટાડો, પેટ્રોલ પણ આટલું સસ્તું થયું

0
826

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના વધારા છતાં શુક્રવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો નોંધાયો છે. આ બે દિવસમાં પેટ્રોલ દિલ્હીમાં પ્રતિ લિટર 41 પૈસા સસ્તુ થઈ ગયું છે, જ્યારે ડીઝલની કિંમતમાં લિટરદીઠ 54 પૈસાનો ઘટાડો થયો છે, જેનાથી ગ્રાહકોને મોટી રાહત મળી છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવનો ટ્રેન્ડ સતત પાંચમા દિવસે પણ ચાલુ છે. આ પાંચ દિવસોમાં બેંચમાર્ક ક્રૂડ ઓઇલ બ્રેન્ટ ક્રૂડના ભાવમાં બેરલ દીઠ આશરે ચાર ડોલરનો વધારો થયો છે.

ડીઝલ 100 દિવસમાં સૌથી સસ્તું થયું..
ડીઝલના ભાવ 100 દિવસની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયા છે. આઇઓસીએલની વેબસાઇટ પર અપાયેલા ભાવ અનુસાર, દિલ્હીમાં આજે ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 35 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે બાદ અહીં ભાવ પ્રતિ લિટર 72.02 રૂપિયા પર પહોંચી ગયા છે. જ્યારે 11 જૂન 2020 ના રોજ ડીઝલનો ભાવ પ્રતિ લિટર 72.22 રૂપિયા હતો. એટલે કે ડીઝલના ભાવમાં આ 100 દિવસનો સૌથી મોટો ઘટાડો છે.

આ ચાર મહાનગરોના ભાવ છે…
શુક્રવારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં દિલ્હીમાં 26 પૈસા, કોલકાતા અને મુંબઇમાં 25 પૈસા અને ચેન્નઇમાં 23 પૈસા પ્રતિ લીટર ઘટાડો કર્યો છે. તે જ સમયે, દિલ્હી અને કોલકાતામાં ડીઝલના ભાવમાં 35 પૈસા, મુંબઇમાં 37 પૈસા અને ચેન્નઇમાં 33 પૈસા ઘટાડો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ ક્રમશ 81.14 રૂપિયા, 82.67 રૂપિયા, 87.82 રૂપિયા અને 84.21 રૂપિયા પ્રતિ લિટર પર આવી ગયો છે. ચાર મહાનગરોમાં ડીઝલનો ભાવ પણ ક્રમશ  72.02, 75.52 રૂપિયા, 78.48 રૂપિયા અને લિટર દીઠ 77.40 પર આવી ગયો છે.

ક્રૂડ ઓઈલની સ્થિતિ
આંતરરાષ્ટ્રીય વાયદા બજારમાં બ્રેન્ટ ક્રૂડનો નવેમ્બર ડિલીવરી કરાર, ઇન્ટર કોન્ટિનેન્ટલ એક્સચેંજ (આઈસીઇ) શુક્રવારે અગાઉના સત્રની સરખામણીમાં 0.28 ટકાના વધારા સાથે  43.42 ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, ન્યુ યોર્ક મર્કન્ટાઇલ એક્સચેંજ (એનઆઈએમએક્સ) પર વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિએટ (ડબ્લ્યુટીઆઇ) ઓક્ટોબર ડિલિવરી ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ પાછલા સત્રની તુલનામાં 0.22 ટકાના વધારા સાથે $ 41.06 પર ટ્રેડ કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here