દેશની સૌથી મોટી ડિઝિટલ પેમેન્ટ અને ફાઈનાન્સિયલ કંપની PayTm ની મુખ્ય એપને Google Play Store માંથી હટાવી નખવામાં આવી છે. જ્યારે PayTm for business, PayTm Mail, PayTm Money જેવી અન્ય એપ્સ રાખવામાં આવી છે. એપલ એપ સ્ટોર પરથી PayTm મેળવી શકાય છે. PayTm ની મુખ્ય એપ સિવાય પ્લેસ્ટોરમાંથી PayTm First એપને પણ હટાવી નાખવામાં આવી છે.
ગૂગલે પોતાના બ્લોગ પોસ્ટ પર PayTm પર આરોપ લગાવ્યો હતો કે PayTm દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતુ. અમે એવી એપને જગ્યા ન આપી શકીએ જે ઓનલાઈન રૂપિયાવાળી ગેમ્સ, જુગાર કે સટ્ટાનું આયોજન કરતી હોય. પેટીએમ PayTm First Games દ્વારા પૈસા જીતવાનો દાવો કરતી હતી.