અધિક મુખ્ય સચિવ મહેસુલ, પંકજકુમારના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

0
153

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા બેઠકમાં જોડાયા

જામનગર તા.૧૮ સપ્ટેમ્બર,

  ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવ મહેસુલ પંકજકુમારના અધ્યક્ષસ્થાને જામનગર  કલેકટર કચેરીના સભાખંડ ખાતે કોવિડની વર્તમાન સ્થિતિ વિશેની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં સચિવશ્રી દ્વારા અગાઉ કરેલા નિર્ણયોના અમલીકરણ વિશેની સમીક્ષા તેમજ કોવિડના દર્દીઓના મૃત્યુઆંકને ઘટાડવા વિશેની કામગીરી અંગે ચર્ચા કરાઇ હતી. આ ઉપરાંત આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ જોડાયા હતા. મંત્રીએ હોસ્પિટલની વ્યવસ્થાઓમાં આવશ્યક ફેરફારો અંગે સૂચન કર્યું હતું. દાખલ દર્દીને માર્ગદર્શન આપવા અને હકારાત્મક વિચારો તરફ લઈ જવા માટે મંત્રીએ પેશન્ટ એટેન્ડન્ટ અને સાઇકિયાટ્રિસ્ટની વ્યવસ્થાઓ અને તેમની કામગીરી વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ બેઠકમાં કલેક્ટર રવિશંકર,  કમિશનર સતીશ પટેલ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી, જામનગર જી.જી.હોસ્પિટલમાં ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડો. દિપક તિવારી,  એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઈ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાના કોરોનાના નોડલ ડો. એસ.એસ. ચેટર્જી,  ડો.મનીષ મહેતા,  ડો. વંદના ત્રિવેદી, ડો.સુમિત વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ- સાગર સંધાણી,જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here