શાળા સંચાલકો ફી ઘટાડવા તૈયાર, હાઈકોર્ટે કહ્યું સરકાર ફી મુદ્દે નિર્ણય કરે

0
40

માર્ચ માસથી શાળાઓ બંધ છે જેની સૌથી વધુ ચિંતા વાલીઓને થઈ રહી છે. કારણ કે તેમના પર શાળાની ફી ભરવાનું અને બાળકોનો અભ્યાસ ખરાબ થવાનું ટેન્શન હતું. હવે આ મામલે હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે ફી મુદ્દે થયેલી અરજી પર સુનાવણી કરતાં હાઈકોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર પાસે ફી અંગે નિર્ણય લેવાની સત્તા છે. આ અંગે તે નિર્ણય કરે. 

આ અંગે આજે ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું હતું કે ફી અંગે રાજ્ય સરકાર નિર્ણય કરે તેની પાસે સત્તા છે. હાઈકોર્ટે એવો પ્રશ્ન પણ કર્યો કે સરકાર પોતે કેમ નિર્ણય લેતી નથી અને કોર્ટને મધ્યસ્થી બનાવવા માગે છે. સાથે જ હાઈકોર્ટે કહ્યું કે સરકાર આ માટે પોતે જ નિર્ણય લે અને તેનો અમલ કરે.  


આ સુનાવણી પહેલા શાળા સંચાલકોએ અઠવાડિયા પહેલાં હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું કે વિદ્યાર્થીઓની ફી યથાવત્ રાખી અને એફઆરસીએ શાળાનો 5થી 12 ટકાનો જે ફી વધારો મંજૂર કર્યો હતો એ સંચાલકો જતો કરવા તૈયાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here