રામદેવનગર શહીદ ભગતસિંહની શેરી પ્લોટ નં-૧૯૧ ની સામે સ્ટ્રીટ લાઇટના અજવાળે હાથકાપનો જુગાર રમતા ચાર શકુનીઓ ને રોકડા રૂ.૨૮,૨૪૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૧૭,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૪૫,૭૪૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

0
107

ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર/ગામ્ય વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ નાઇટ રાઉન્ડમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે રામદેવનગર શહીદ ભગતસિંહની શેરી પ્લોટ નં-૧૯૧ ની સામે સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક ઇસમો ગંજી પતાના પાના તથા પૈસા વતી હાથ-કાપનો હાર જીત કરી જુગાર રમે છે જે હકિકત આઘારે બાતમીવાળી જગ્યા ઉપર પંચો સાથે રેઇડ કરતા કુલ-૦૪ ઇસમો જાહેરમાં ગંજી પતાના પાના તથા પૈસા વતી હાથ કાપનો જુગાર રમતા જોવામા આવતા તેઓને જેમના તેમ બેસાડી દેતા જેમાં

(૧) ઇકબાલભાઇ હબીબભાઇ મકવાણા/મુસ્લીમ ઉવ.૬૦ રહે. રામદેવનગર શહીદ ભગતસિંહની શેરી પ્લોટ નં-૧૯૧ ની સામે ભાવનગર (૨) જયેશભાઇ ઉર્ફે છોટુ પ્રહલાદભાઇ ડાભી/રજપુત ઉવ.૩૦ રહે.હાદાનગર શિવશકિત સોસાયટી-૨ પ્લોટ નં-૧ ભાવનગર (૩) ચિંતનભાઇ રમેશભાઇ કાંબડ/કોળી ઉવ.૨૪ રહે.ફુલસર ઠાકર દ્વારા રોડ આશાપુરા પાનના ગલ્લાની સામે પ્લોટ નં-૯૮ ભાવનગર (૪) રહિમભાઇ બચુભાઇ શાહ/મુસ્લીમ ઉવ.૬૩ રહે. રામદેવનગર શહીદ ભગતસિંહની શેરી પ્લોટ નં- ૧૯૧ ની સામે ભાવનગર

ઉપરોકત ચાર ઇસમો જાહેરમાં ઇસમો ગંજી પતાના પાના તથા પૈસા વતી હાથ-કાપનો હાર જીત કરી જુગાર રમી-રમાડતા ગંજીપતાનાં પાના-૫૨ કિ.રૂ.૦૦/૦૦-,તથા રોકડ રૂ.૨૮,૨૪૦/- તથા મોબાઇલ નંગ-૫ કિ.રૂ.૧૭,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૪૫,૭૪૦/- નાં મુદ્દામાલ સાથે પકડાય જતા તમામ સામે જુ.ધા.કલમઃ-૧૨ મુજબ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો. ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ વનરાજભાઇ ખુમાણ તથા મહેન્દ્રભાઇ ચૌહાણ તથા મહીપાલસિંહ ગોહીલ તથા પો.કોન્સ રાજેન્દ્રસિંહ સરવૈયા તથા ધર્મેન્દ્રસિંહ ગોહીલ એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા

અહેવાલ- કૌશિક વાજા, ભાવનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here