વેરાવળમાં વેપારી સાથે 3 યુવકોની અશ્લિલ હરકત કરી અને વિડિઓ ઉતર્યા બાદ વેપારી પાસેથી 7 લાખ ખંડની માગી હોવાનું સામે આવ્યું છે.

0
95

વેપારી દ્વારા ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામી છે. અશ્લિલ હરકત કરી યુવકોએ વેપારીનો વીડિયો ઉતારી વેપારીને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વેપારીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મોટી ખંડણી માંગવામાં આવી હતી. રૂપિયા 7 લાખની ખંડણી માંગતા વેપારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વેરાવળમાં આવેલ સોમનાથ ટોકિઝ પાસે મકાનમાં વેપારી સાથે અશ્લિલ હરકત કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ થતાં અમન સિદિકી, શાહીદ ફકીર, મોહસીન સતારની અટકાયત કરવામાં આવી છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે વેરાવળનાં ભાલકા વિસ્તારમાં રહેતા અને લાકડાંના વેપાર ધંધો કરતાં પ્રજાપતિ યુવાનને તેના લઘુમતી સોસાયટીમાં રહેતા ફેસબુક ફ્રેન્ડ યુવાને સોમનાથ ટોકીઝ પાસે બોલવામાં આવ્યો ત્યાં મકાનમાં જાનથી મારી નાંખવાની ધમકી આપી ધરાર મુખમૈથુન કરાવતાં અને બીજા શખ્સે વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી અઢી લાખ અને થોડા દિવસ પછી ત્રીજા મુસ્લિમ યુવાન સાથે આવી સાડા ચાર લાખ રૂપિયાની ખંડણી માંગી અન્યથા વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા પ્રજાપતિ યુવાને વેરાવળ પોલીસમાં વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ સાથે ફરિયાદ આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વેરાવળ ભાલકામાં રહેતા અને તેજ વિસ્તારમાં શો મિલમાં લાકડાં વહેરવાનો વેપાર કરતા 24 વર્ષીય પ્રજાપતિ યુવાનને ગત તારીખ 11/08ના રોજ ફેસબુક ફ્રેન્ડ ગરીબ નવાજ કોલોનીમાં રહેતા અમન સીદીકભાઈ લગતએ સોમનાથ ટોકીઝ પાસે બોલાવી બાઈકમાં બેસાડી નવા બનતા મકાનમાં લઈ જઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી ધરાર મુખમૈથુન કરાવ્યો હતો. આ સમયે બહાર ઉભેલા ગરીબ નવાજ કોલોનીમાં રહેતા રાહિલ મહેબૂબ ફકીરે ઘટનાનો મોબાઈલમાં વીડિયો ઉતારી લીધો હતો.

વેરાવળ પોલીસમાં વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગના આધારે ત્રણેય શખ્સો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ત્રણેય આરોપીને ઝડપી લઈ કોરોના ટેસ્ટ માટે ક્વોરન્ટાઈન કર્યા છે. ટેસ્ટ બાદ વિધિવત ધરપકડ અને ધોરણસરની કાર્યવાહી કરશે તેમ જણાવ્યું છે.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here