ગ્રીન એનર્જી તરફ આગળ વધતી દુનિયામાં મોટાં પરિવર્તનની સંભાવના, થોડા સમય માટે ચીનનો દબદબો વધશે

0
96
  • મહામારી, જળવાયુ પરિવર્તનની અસર: તેલ યુગના અંતના ભણકારા, ઊર્જાના ક્ષેત્રમાં નવી સિસ્ટમ બનશે

સૌર ઊર્જા અને પવનથી વીજળી ઉત્પન્ન કરતી કંપનીઓના શેરોમાં ચાલુ વર્ષે 45%નો વધારો થયો છે તેલે વીસમી સદીમાં તેની કારો, યુદ્ધો, અર્થતંત્ર અને દુનિયાની રાજનીતિને ચલાવી છે. હવે ઊર્જાના ક્ષેત્રમાં દુનિયા નવી વ્યવસ્થા તરફ આગળ વધી રહી છે. કોરોના વાઈરસ મહામારીથી વૈશ્વિક અર્થતંત્રને આઘાત લાગવાની સાથે તેલની માગ 20% જેટલી ઘટી છે. અશ્મીભૂત ઈંધણ-પેટ્રોલ, ડીઝળ, કોલસા ઉત્પાદકો સામે અઘરી સ્થિતિ છે. બીજી તરફ, છેલ્લા કેટલાક વર્ષમાં અમેરિકા વિશ્વનું સૌથી મોટા તેલ, ગેસ ઉત્પાદક બન્યું છે. બીજી તરફ ચીન તેલનો સૌથી વધુ ઉપયોગ કરે છે. તેમ છતાં, અમેરિકા તેની સામે મુશ્કેલી પેદા નહીં કરી શકે. ગ્રીન એનર્જીની ટેક્નોલોજીમાં સૌથી આગળ હોવાને લીધે ચીનનો દબદબો વધશે.

હવે તેલની સ્થિતિ અગાઉ જેવી નહીં રહે. સાઉદી અરબ જેવા પેટ્રો દેશોને ખર્ચ ચલાવવા માટે તેલની કિંમત 70-80 ડોલર બેરલ હોવી જોઈએ. આજે તેલની કિંમત 40 ડોલર બેરલની આસપાસ છે. બદલાયેલા વાતાવરણમાં સ્વચ્છ ઊર્જા તરફ સૌ વળ્યા છે. ચાલુ વર્ષે સ્વચ્છ ઊર્જા આધારિત કંપનીઓના શેર 45% વધ્યા છે. જળવાયુ પરિવર્તનને કારણે લોકો જાગૃત થયા છે. યુરોપિયન યુનિયને કોવિડ-19થી બચાવમાં પોતાની 880 અબજ ડોલરની યોજનાના 30% જળવાયુ પરિવર્તન ઉપાયો માટે રાખ્યા છે.

21મી સદીની એનર્જી સિસ્ટમ તેલ યુગની સરખામણીએ માનવીય આરોગ્ય માટે સારી હશે. રાજકીય સ્થિરતા વધુ રહેશે, અર્થતંત્ર ઓછું અસ્થિર બનશે. જોકે, આ પરિવર્તનની સાથે મોટા જોખમ જોડાયેલા છે. જો અરાજકતા ફેલાઈ તો તેલ પર આધારિત દેશોમાં રાજકીય, આર્થિક અસ્થિરતા પગ ફેલાવશે. ગ્રીન અનર્જી સપ્લાય ચેન પર ચીનનો દબદબો બની જશે.

આજે, 85% ઊર્જાનો સ્રોત અશ્મીભૂત ઈંધણ છે. તેનાથી વિશ્વમાં બે તૃતિયાંશ ગ્રીન હાઉસ ગેસોનું ઉત્સર્જન થાય છે. ઈંધણના સળગવાથી 40 લાખથી વધુ લોકો દર વર્ષે મરી જાય છે. તેલે રાજકીય અસ્થિરતા પેદા કરી છે. અનેક દાયકાઓથી વેનેઝુએલા અને સાઉદી અરબ જેવા દેશ જનતાને મફત સુવિધાઓ આપવાની રાજનીતિ પર આશ્રિત છે. તેમણે પોતાના અર્થતંત્રના વિકાસનો પ્રયાસ જ કર્યો નથી. આ દેશો પર મહાસત્તાઓનો પ્રભાવ છે. તેલનું બજાર ગઠબંધનથી ચાલે છે. 1970 પછી 62 વખત છ મહિના જેટલા સમય માટે તેલની કિંમતોમાં 30% જેટલો ઉતાર-ચઢાવ આવ્યો છે.

ચીનની સ્થિતિ બીજા દોશોની પહેલ પર નિર્ભર રહેશે. યુરોપમાં મોટા પ્રમાણમાં વિન્ડ અને સોલાર ફાર્મ બનાવાયા છે. યુરોપિયન કંપનીઓ ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જનમાં આગળ છે. બીજી તરફ શેલ તેલ અને ગેસનો ઉદય થવાની સાથે જ અમેરિકા દુનિયાનો સૌથી મોટો તેલ ઉત્પાદક બની ગયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી કાર્બન ઉત્સર્જન ઘટાડવાની વિરોધી છે. જોકે, અમેરિકા પાસે ગ્રીન એનર્જીની મોટી તાકાત બનવા માટે જરૂરી ટેક્નીકલ ક્ષમતા છે. બીજું જોખમ પેટ્રો દેશોમાં પરિવર્તન સંબંધિત છે. દુનિયાની જીડીપીમાં તેમની ભાગીદારી 8% છે. તેની માગ ઘટતા બજાર પર કબજાનો સંઘર્ષ વધશે. તેમની સામે આર્થિક સંકટ પેદા થશે.

દુનિયાની 72% સોલર સિસ્ટમ અને 69% બેટરીઓ ચીનમાં બને છે
સ્વચ્છ ઊર્જા સ્રોતની ટેક્નોલોજી બાબતે પ્રભુત્વના કારણે સરમુખત્યાર ચીનનો દબદબો થોડા સમય માટે વધી જશે. અત્યારે ચીનની કંપનીઓ સોલર એનર્જીની 72% સિસ્ટમ, 69% લિથિયમ બેટરી અને 45% વિન્ડ ટરબાઈન બનાવે છે. સ્વચ્છ ઉર્જા માટે મહત્ત્વપૂર્ણ કોબાલ્ટ અને લિથિયમ જેવા ખનિજોના ખાણકામ પર પણ તેનું નિયંત્રણ છે. ચીન આગળ જતાં પેટ્રો દેશના બદલે ઈલેક્ટ્રો દેશ બની જશે. તેણે છેલ્લા 6 મહિનામાં ઈલેક્ટ્રિક કારોના નિર્માણમાં રોકાણ કર્યું છે. પાકિસ્તાનમાં પરમાણુ વીજળીઘર બનાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here