એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે સેવા આપતો મુસ્લિમ યુવાન કોરોનાથી મરનાર હિન્દુના મૃતદેહની અંતિમવિધિ કરે છે

0
230
  • ભરૂચમાં રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાનગૃહમાં મુસ્લિમ યુવાને 220 અંતિમવિધિ કરી

રાજ્યના સૌ પ્રથમ કોવિડ સ્મશાનગૃહ ખાતે ફરજ બજાવતા મુસ્લિમ યુવાન નાત જાત ભૂલીને કોરોનાના મૃતકોને અગ્નિદાહ આપી રહ્યો છે. અંતિમ ક્રિયા બાદ મૃતકના સ્વજનોને અસ્થિ પણ કાઢી આપી માનવતાની ધૂળી ધખાવી છે. એમ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે સેવા આપતા ઈરફાન મલેક મૃતદેહને કાંધ પણ આપી રહ્યો છે. તૈેમણે અત્યાર સુધીમાં 220 મૃતદેહોની અંતિમવિધિ કરી છે. પરિવારના સપોર્ટ સાથે લોકોની દુવાના ફોન આવતાં અભિભૂત થઈ રહેલો ઈરફાન મલેક પોતાની કામગીરીથી ગર્વની લાગણી અનુભવી રહ્યો છે.

કોવિડ સ્મશાનગૃહ ખાતે કામગીરી કરવાની તક મળી તે સહર્ષ સ્વીકારી
કોરોના વચ્ચે માનવતા નેવે મુકાઈ હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યાં ભરૂચમાં મુસ્લિમ યુવાન જે માનવતાની નવી સીમાઓને આંબી કોમી એકતાનો દાખલો બેસાડી રહ્યો છે. આ અંગે ઇરફાન મલેક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ખાતે ખાનગી એમ્બ્યુલન્સ ચાલવી રહ્યો હતો. ત્યારે ધર્મેશ સોલંકીના સંપર્કમાં આવતા તે મૃતદેહ તેમજ બિન વારસી મૃતદેહની કામગીરી કરી તેમની સાથે કરી રહ્યો હતો. જેની વચ્ચે કોવિડ સ્મશાનગૃહ ખાતે કામગીરી કરવાની તક મળી તે સહર્ષ સ્વીકારી લીધી હતી. ડ્રાઈવર હોવા છતાં કામગીરી દરમિયાન મૃતદેહને કાંધો આપવા સહીત તેની અંતિમ વિધિ રૂપે અગ્નિદાહ પણ આપ્યો હતો.

ક્યારેક મૃતકના સ્વજનો બીજા દિવસે આવતા તેને અસ્થિ પણ કાઢી આપતો હતો. જો કોઈ ન લેવા આવે તો તેને નર્મદા નદીમાં વિસર્જિત કરતો હોય છે. પરિવારજનો કહે છે કે તું બહુ સરસ કામ કરી રહ્યો છે તેવી દુવા અને હિમ્મતને લઈને કામ કરી રહ્યો છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here